(એજન્સી) નવી દિલ્હી, તા.૧
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સમગ્ર દેશના ૭૩૩ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ફેરવ્યા છે જેમાં તમામ મેટ્રો શહેર જેવા કે, દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લુરૂ અને અમદાવાદને ૩ મે પછી પણ કોઇ પ્રવૃત્તિમાં સામેલ નહીં કરવાનું જણાવ્યું છે. યાદીમાં ૧૩૦ જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ કર્યો છે જ્યાં ૩ મે પછી પણ આકરા પ્રતિબંધો લાગુ રહેશે.
સમગ્ર દેશને ૭૩૩ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે જેમાં ૧૩૦ રેડ ઝોન, ૨૮૪ ઓરેેન્જ ઝોન જ્યારે ૩૧૯ ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગ્રીન ઝોનના જિલ્લામાં સલુન સહિત અન્ય જરૂરી સેવાઓ અને વસ્તુઓનો વેપાર કરનાર સંસ્થાન ચાર મેથી ખોલી દેવામાં આવશે સિનેમા હોલ, મોલ, જિમ, સ્પોટ્ર્સ કોમ્પ્લેક્ષ સહિતની સેવાઓ બંધ રહેશે. ઓરેન્જ ઝોનમાં બસ પરિવહનમાં છુટછાટ રહેશે નહીં પરંતુ કેબની સેવાને મંજુરી આપવામાં આવી છે. કેબમાં ડ્રાઇવર સાથે એક જ પેસેન્જર બેસી શકે છે. ઓરેન્જ ઝોનમાં ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટીઝ શરૂ કરી શકાશે અને કોમ્પ્લેક્ષ પણ ખોલી શકાશે. રેડ ઝોનમાં હેર સલૂન સહિતની સેવા બંધ રહેશે. વિસ્તૃત જાનકારી ગૃહ મંત્રાલય તરફથી જારી કરવામાં આવશે. હવાઈ યાત્રા, રેલ પરિવહન, મેટ્રો પરિવહન, માર્ગો દ્વારા એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. સ્કુલ, કોલેજો અને બીજા શૈક્ષણિક સંસ્થાન, ટ્રેનિંગ-કોચિંગ ઇન્સ્ટીટ્યુટને પણ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. હોટલ, રેસ્ટોરન્ટ સહિતની સેવાઓ, સિનેમાહોલ, મોલ, જિમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ જેવી ભીડભાડવાળી જગ્યાઓ ઉપર પણ પ્રતિબંધ રહેશે. સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી લોકોની બિનજરૂરી ગતિવિધિઓ અને કામ વગર હરવું-ફરવા પર પણ પ્રતિબંધ રહેશે. તમામ ઝોનમાં ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા લોકો અને ડાયાબિટીસ, હાર્ટની સમસ્યાથી ગ્રસ્ત લોકો, ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષથી ઓછી વયના બાળકોને માત્ર જરૂરી કામ અથવા તો સ્વાસ્થ્યને લગતી જરૂરી સેવાઓ સિવાય બહાર નિકળવા પર પ્રતિબંધ રહેશે. દેશમાં કુલ ૭૩૯ જિલ્લા છે જેમાંથી ૩૦૭ હજુ પણ કોરોનાગ્રસ્ત થયા નથી. એટલે કે ૪૦ ટકાથી વધુ હોઈ શકે છે. ૩૧૯ જિલ્લા ગ્રીન ઝોનમાં છે. ત્રીજી મે બાદ આ જિલ્લામાં ફેક્ટરી, દુકાનો, નાના મોટા ઉદ્યોગો સમેત ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવાઓને શરતો સાથે સંપૂર્ણરીતે ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે જિલ્લામાં છેલ્લા ૨૧ દિવસથી કોરોના વાયરસના સંક્રમણના એક પણ કેસ સપાટી પર આવ્યા નથી તે તમામ ગ્રીન ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. ઓરેન્જ ઝોનમાં એ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઓછી છે અને ત્યાં સંક્રમણ ફેલાવવાનો ખતરો પણ ખૂબ ઓછો છે. જો કે, કોવિડ-૧૯ દર્દી છે એટલા માટે તેને ગ્રીન ઝોનમાં રાખવામાં આવી શકે નહીં અને ખતરો વધારે નહીં હોવાથી તેને રેડ ઝોનમાં પણ સામેલ કરવામાં આવી શકે નહીં જેથી તેને ઓરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે ૩ મે પછી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનની યાદી જારી કરી

Recent Comments