(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ પોતાના કપાયેલા વાળ સાથે ભાવુક ફોટા પોસ્ટ કર્યા છે સાથે જ મેસેજ પણ પોસ્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સોનાલી હાલ ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહી છે. કેટલાક દિવસ પહેલા તેણે સોશિયલ મીડિયા પર હાઇબ્રિડ મેટાસ્ટેટિક કેન્સરથી પીડિત હોવાની જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેના વહેલી તકે સારા થવાની કામના કરી રહી છે. તેના કેન્સરથી બચી ગયેલા મિત્રો તેને હિંમત આપતા મેસેજ કરી રહ્યા છે. દરમિયાન સારવાર માટે સોનાલીએ પોતાના વાળ કપાવવા પડ્યા છે. તેણે વાળ કાપતા સમયના શેર કર્યા છે. નાના વાળમાં સોનાલી એકદમ ક્યૂટ લાગી રહી છે અને તેણે સાથે જ એક મેસેજ શેર કર્યો હતો. ‘મારી વહાલી ઓથર ઇસાબેલના શબ્દોમાં, ‘આપણે કેટલા બહાદૂર છીએ તે આપણને ત્યાં સુધી જાણવા નથી મળતું કે, જ્યાં સુધી છૂપાયેલી શક્તિઓ બહાર લાવવા માટે આપણને મજબૂર કરવામાં ન આવે. દુર્ઘટનાઓ સમયે , યુદ્ધો દરમિયાન અને જરૂર પડ્યો લોકો પરેશાન કરનારા કામ કરે છે, માનવીની ખુદને જીવિત રાખવાની ક્ષમતા અદ્‌ભૂત છે.’ ‘છેલ્લા કેટલાક દિવસથી મને જે પ્રેમ મળ્યો છે જે ભાવ-વિભોર કરનારો છે અને હું એ લોકોની ખુબ આભારી છું જેમણે પોતાની તથા તેમના સાથીઓની કેન્સર સાથે સંકળાયેલી વાતો મારી સાથે શેર કરી છે. તેમણે પોતાની વાતોથી મને શક્તિ અને સાહસનો નવો જોમ પૂર્યો છે અને સૌથી ખાસ વાત એ છે કે, આ જંગમાં હું એકલી નથી. દરેક દિવસ નવા પડકાર અને જીત લઇને આવે છે, આમાંથી હું દરેકની સામે લડી રહી છું. હું સતત એક પ્રયાસ કરી રહી છું કે, તેણે સકારાત્મક અભિગમ રાખવાનો છે. આ મારી તેના સામે લડવાની રીત છે. મારી યાત્રા શેર કરવી એ પણ તેનો ભાગ છે. હું તમને ફક્ત એ આશા રાખું છું કે, એ આપને યાદ અપાવતા રહેશે કે બધું ગુમાવ્યું નથી અને કોઇ એમ ન સમજે કે તમે કઇ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છો.