અમદાવાદ, તા.૧૬
અમદાવાદ શહેરના જોધપુર ચાર રસ્તા નજીક થયેલ ફાયરિંગ મામલે પોલીસે આકાશ પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે. આકાશ પરમાર નામના શખ્સે કેબલ ઓપરેટર મહેશ ઠાકોર પર જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હતું. ૧૪ જુલાઈના રોજ જોધપુર ચાર રસ્તા પાસે મહાબળેશ્વર ફ્લેટમાં રહેતા ખાનગી કેબલ ઓપરેટર મહેશ ઠાકોર નજીક આવેલી પોતાની ઓફિસ બહાર તેમના જમાઈ પી.કે. તથા અન્ય એક વ્યક્તિ સાથે બેઠા હતા. આ દરમિયાન રાતના સુમારે અલ્ટો કાર લઈ આકાશ પરમાર નામનો શખ્સ તેમની પાસે આવ્યો અને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મહેશ ઠાકોર પર હુમલો થતાં તેમના જમાઈ વચ્ચે પડતા તેમને ઈજા થઈ હતી. બૂમાબૂમ થતાં આકાશ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટનામાં આકાશે ફાયરિંગ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
કેબલ ઓપરેટર પર ફાયરિંગ મામલે એક આરોપીની ધરપકડ

Recent Comments