(સંવાદદાતા દ્વારા)
ધોળકા, તા.૧૦
ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહનનું શુભારંભ કાર્યક્રમ આજરોજ ધોળકા પટેલ વાડી મુકામે યોજાયો જેમાં ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના ચેરમેન કુશળ સિંહ પઢેરિયા તેમજ ખેતીવાડી અધિકારીઓ, પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા તેમજ શહેરમાંથી પધારેલા મોટી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બોલતા શિક્ષણ મંત્રીએ જણાવેલ કે જ્યારે તેઓ કૃષિ મંત્રી હતા ત્યારે ખેડૂતો માટે સોઇલ હેલ્થ કાર્ડની યોજના અમલમાં મૂકેલી હતી. તેમણે જણાવેલ કે મગફળી વીમો, ઉપજનો સર્વે, એવરેજ ઉપર વરસાદ તાલુકાના અનેક ગામોમાં હોય વધારે નુકસાન થયું છે. જેનો સર્વે કરવા તાત્કાલિક સુચના આપવામાં આવે છે તેમણે વધુમાં જણાવ્યું છે. સુભાષ પાલેકર ખેતીનો અમલ કરવામાં આવે તો ખેતીનો ખર્ચ ઝીરો ટકા આવશે. અમારી નેમ છે કે પાક વીમા યોજના માંથી ગુજરાત ને મુક્ત કરવું જેના માટે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના દાખલ કરી છે સાત પગલાં અંતર્ગત મકાન સહાય. આજે આપવામાં આવશે જેના કારણે એસસી તેમજ એસ.ટી ખેડૂતોને તેને વધારે લાભ મળશે તેમણે સુભાષ પાલેકર યોજના દ્વારા મતવિસ્તારમાં ડાંગરની ખેતી કરી હતી તેની જાણકારી ગવર્નરને આપી હતી. વધુમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના ખેડૂત લક્ષી યોજના છે પક્ષાપક્ષી થી ઉપર રહી આ યોજનાનો લાભ ખેડૂતોને મળે કોંગ્રેસ હમેશા વિરોધ કરી તેમાં અડચણ ઊભી કરવાના પ્રયત્નો કરે છે અને ખેડૂતોને ગુમરાહ કરે છે.
કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં ધોળકા તાલુકામાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાનું કરાયેલું લોકાર્પણ

Recent Comments