અમરેલી, તા.૩૧
સાવરકુંડલાના વીજપડી ગામે કેબીન કાઢી દુકાન ચણતા થયેલ માથાકૂટમાં સામસામી પાઇપ, હોકી, પાવડા અને છૂટા પથ્થરના ઘા કરતા ૭ મહિલાને ઇજા થવા પામી હતી. આ અંગે બંને પક્ષના ૩ મહિલાઓ સહીત ૧૨ સામે સામસામી ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર સાવરકુંડલાના વીજપડી ગામે રહેતા પ્રવીણભાઈ ધીરૂભાઈ વાઘેલા પોતાની પાન માવાની કેબીન કાઢી ત્યાં પાકી દુકાન ચણી રહ્યા હોઈ ત્યારે દુલા મંગળ કલસરિયયા તેમજ મહેશભાઈ દુલાભાઇ, રમેશભાઈ, ભોળાભાઈ, સામતભાઇ બાલદાણિયા અને ખીમજીભાઈ ગુર્જર સહિતના શખ્સોએ કહેલ કે તમારાથી કેબીન ચણાઈ કેમ તેમ કહી પ્રવીણભાઈના પત્ની પારૂલબેન તેમજ પ્રવીણભાઈના માતા તથા મોટા ભાભી અને તેમના બહેન ઉપર ઉપરોક્ત શખ્સોએ ઢીંકા પાટુનો મારમારી તેમજ દુલાભાઇએ લોખંડના પાઇપ વતી હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉપરોક્ત ૬ શખ્સો સામે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.જયારે સામા પક્ષના દુલાભાઇ મંગળભાઈ કલસરિયાએ સામી ફરિયાદમાં લખાવ્યું હતું કે, કેબીન અંગે કોર્ટમાં દાવાનું નિરાકરણ આવી ગયેલ હોઈ અને તે અમારી તરફ આવેલ હોઈ જેથી દુકાન ચણાઈ કેમ તેમ કહેતા ધીરૂભાઇ ઘુસાભાઇ વાઘેલા, જીતુ ધીરૂ, પ્રવીણ ધીરૂ, જીતુના પત્ની તેમજ કનુ ધીરૂ, મુનીબેન ધીરૂભાઇ સહિતનાઓ એક સંપ કરી હોકી, પાઇપ અને પાવડા વડે હુમલો કરી તેમજ છુટા પથ્થરના ઘા કરી ઇજા પહોંચ્ડ્યાની ફરિયાદ ઉપરોક્ત શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ હતી.