(એજન્સી) મુંબઈ, તા.૧૦
બોલીવુડના ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે સુશાંત સિંહ રાજપુતના આપઘાત પછી ૮૭ દિવસ બાદ મૌન તૌડયું છે અને આપઘાતની ઘટનાના ૩ સપ્તાહ પહેલાંની સુશાંતના મેનેજર સાથેની વોટસએપ ચેટ શેર કરીને કહ્યું છે કે હા. હું તેની સાથે કામ નહોતા કરવા માંગતો અને તેના માટેના મારી પાસે પુરતા કારણો હતો.તે પરેશાન કરવાવાળો માણસ છે અને તેને હું ઘણા સમયથી જાણું છું.અનુરાગની પોસ્ટ વાયરલ થતા સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને ઘેરી લીધો હતો અને કોમેન્ટો કરી છે કે શું તમે તો ડ્રગ્સ કેસમાં નથી ફસાય રહ્યા ને? લોકોએ તેનો બરાબરનો ઉધડો લીધો હતો. બોલીવુડના જાણીતા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે ટિ્‌વટર પર એક ટિ્‌વટ કરી, જેમાં તેમણે દાવો કર્યો કે સુશાંતના નિધાનના ૩ સપ્તાહ પહેલાં તેમની સુશાંતના મેનેજર સાથે વોટસએપ પર વાત થઇ હતી.તેમણે વોટસએપ ચેટ શેર કરી છે તે ૨૨ મે ૨૦૨૦ની છે.સાથે એવો ખુલાસો પણ કર્યો તે તેઓ શા માટે સુશાંત સાથે કામ નથી કરવા માંગા.અનુરાગે લખ્યું કે પહેલાં આ વોટસએપ ચેટ શેર કરવાની જરૂરિયાત નહોતી લાગી. પણ હવે થયું કે કરવી જોઇએ એટલે વોટસએપ ચેટ શેર કરી રહ્યો છું. વોટસએપ ચેટમાં અનુરાગ કશ્યપ અને સુશાંતનો મેનેજર બનેં સુશાંત વિશે વાતો કરી રહ્યા હતા. થોડી હાય, હલ્લોની પૃચ્છા બાદ સુશાંતના મેનેજરે કહ્યું કે જો આપને લાગતું હોય તો સુશાંતને આપની કોઇ ફિલ્મમાં સેટ કરવા મારી વિનંતી છે.જેના જવાબમાં અનુરાગે કહ્યું કે તે બહુત પરેશાની ઉભી કરનારો છે, તેને હું ઘણા સમયથી જાણું છુ. અનુરાગ કશ્યપની ટિ્‌વટ પર લોકોએ તેને ઘેરી લીધો અને સોશિયલ મીડિયા પર તેની ધોલાઇ કરી નાંખી હતી