(એજન્સી) તા.૧૯
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વર્તમાન ભાજપ સરકારનું મેન્ટોર ગણાય છે તેનાથી સૌ કોઈ વાકેફ જ છે ત્યારે એ વાત પણ છે કે તે વિરોધાભાસની રાજનીતિ રમવાનું પસંદ કરે છે. જેનો અર્થ એ છે કે તેઓ દરેક મોર્ચે અગ્રેસર છે અને તેનો કોઈ અંત નથી, તેઓ તેમના ટીકાકારોને જ નહીં પરંતુ પોતાની કેડરના લોકોને પણ મૂંઝવણમાં મૂકી રહ્યાં છે કે તેમનું નેતૃત્વ ખરેખર શું ઈચ્છે છે તેનો કોઈ આઈડિયા નથી. પરંતુ રાહુલ ગાંધી હજુ સુધી આ મૂંઝવણનો અંત લાવ્યા નથી.
રાહુલ ગાંધી હાલ કોંગ્રેસના અધ્યક્ષ નથી પરંતુ તેઓ કોંગ્રેસમેન તરીકે ટોચના ફ્રન્ટ પર તહેનાત તો છે જ. જોકે તેમને અનિચ્છનિય નેતા તરીકે ભલે નકારવામાં આવી રહ્યાં હોય પરંતુ તે એકમાત્ર એવા નેતા છે જે તાજેતરના વર્ષોમાં સરકાર પર આકરા પ્રહારો એ પણ મજબૂત રીતે કરી રહ્યાં છે અને ભાજપના પ્રવક્તાઓ દ્વારા પણ તેમને જ નિશાન બનાવવામાં આવે છે.
ભાજપ દ્વારા રાહુલ ગાંધીને એક અયોગ્ય નેતા જ ગણાવવામાં આવે છે પરંતુ તે એકમાત્ર એવા નેતા છે જે કોરોના વાયરસના સંકટમાં અનેક મહત્ત્વપૂર્ણ ઉપાયો સાથે આગળ આવ્યા અને તેમણે સરકારને સારી એવી સલાહો પણ આપી જેમ કે ઉદાહરણ તરીકે તેમણે ન્યૂનતમ આય યોજના(ન્યાય)ની હિમાયત કરી હતી. આ યોજનાનો અમલ તેમણે લૉકડાઉનના કારણે ફસાયેલા અને અટવાયેલા પ્રવાસી શ્રમિકો માટે કરવાની સલાહ આપી હતી. ભાજપ ૨૦૧૪માં સત્તામાં આવ્યો ત્યારે તેણે નક્કી કરી લીધું કે કોંગ્રેસમુક્ત ભારતની રચના કરવી છે. તેના માટે તેણે ફક્તને ફક્ત રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા. જોકે આજના સમયમાં આરએસએસ ભાજપના કોંગ્રેસમુક્ત ભારતના એજન્ડાથી ડિસ્ટન્સ જાળવી રહ્યું છે. આરએસએસની વિચારધારાને ફોલો કરનારા દિલીપ દેવધર કહે છે કે રાહુલજી એક અબજપતિ બિઝનેસ ટાયફૂન તરીકે શ્રેષ્ઠ હશે. દેવધર સ્વીકારે છે કે ભાજપના આઈટી સેલે રાહુલ ગાંધીના માન-સન્માનના લીરે લીરાં ઊડાડી નાખ્યા અને તેમને નિષ્ફળ જાહેર કરવામાં પણ તેણે સફળતા મેળવી. તે કહે છે કે જો રાહુલજી ઈચ્છે તો ઈતિહાસને જુએ અને મહાત્મા ગાંધીના પગલે ચાલે. તેઓ કોંગ્રેસને ભંગ કરે. પરંતુ તે સ્વીકારે છે કે ન તો ભાજપ કે ન તો મોદીમાં આટલી તાકાત છે.