(એજન્સી) તા.૧
કેરળના નાણાંત્રી થોમસ આઇઝેકે વિષ્ણુ ભગવાનના દસમાં અવતાર ગણાતા વામન ભગવાનને ઠગ કહેતું એક ટિ્વટ કરતાં રાજ્યમાં ભારે વિવાદનો વંટોળ સર્જાયો હતો. અનેક હિંદુ સંતોએ અને ભાજપે આ સામ્યવાદી પ્રધાનને તેમની ટિ્વટ પાછી ખેંચી લેવા અને હિંદુઓની ધાર્મિક લાગણી દુબવવા બદલ માફી માંગવાની ઉગ્ર માંગ કરી હતી.
અમે મહાબલીની સાથે છેતરપિંડી કરનારા વામનની નહીં પરંતુ જેણે જાત-પાત કે ધર્મનો કોઇ ભેદભાવ રાખ્યો નહોતો એવા મહાબલીની ઉજવણી કરીએ છીએ એમ આ મંત્રીએ સોમવારે ટિ્વટ કરીને કહ્યું હતું. તેમના ટિ્વટ બાદ વિવાદ સર્જાતા અર્થશાસ્ત્રી એવા નાણાંમંત્રીએ પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમણે તો ફક્ત હિંદુ ધર્મના પૂરાણોમાં જે કાંઇ લખાયું છે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
જે લોકોને મારા ટિ્વટથી દુખ પહોંચ્યું છે તેમણે એ પણ સ્વિકારી લેવું જોઇએ કે ધાર્મિક ગ્રંથોમાં બીજા અનેક લખાણો આપેલા છે. હું તો ફક્ત શ્રી નારાયણ ગુરૂના પટ્ટ શિષ્ય શહોદરન અયપ્પનનો સંદર્ભ આપી રહ્યો હતો. જો તમે મારી સાથે સંમત ન હોવ તો તેમના દ્વારા લખાયેલા ઓનાપટ્ટુ ગ્રંથને વાંચી જવો જોઇએ એમ નાણાંમંત્રીએ ટિ્વટ કરીને કહ્યું હતું. જો કે ભાજપને અને અનેક સંતોને તેમનો ખુલાસો ગળે ઉતર્યો નહોતો. આઇઝેકે હિંદુઓને કલંકિત કર્યા છે. તેમણે આ રીતે હિંદુઓના ભગવાનનું અપમાન કર્યું છે. તેમણે પોતાનું ટિ્વટ પાછું ખેચી લેવું જોઇએ અને માફી માંગવી જોઇએ એમ પ્રદેશ ભાજપના પ્રમુખ સુરેન્દ્રને કહ્યું હતું. દરમ્યાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વામન જયંતિ નિમિત્તે એક ટિ્વટ કરીને વિવાદ ખડો કર્યો હતો. યાદ રહે કે રાજા મહાબલીને હરાવવા વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું હતું તે પ્રસંગની યાદમાં વામન જયંતિના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાક્ષસરાજ મહાબલી વર્ષો બાદ પોતાના ઘરે પાછઆ ફર્યા તેની યાદમાં કેરળમાં ઓણમનો તહેવાર ઉજવવામાં આવે છએ અને વામને મલયાયી લોકો સાથે સારું કર્યું નહોતું એવું કેજરીવાલે ટિ્વટ કર્યું હતું જેના પગલે હજારો લોકોએ કેજરીવાલને ટ્રોલ કર્યા હતા.
Recent Comments