(એજન્સી) કન્નુર, તા.૧૮
કઠુઆ સામૂહિક દુષ્કર્મના આરોપીઓની ધરપકડ અને તેમને કડક સજા આપવાની માંગને લઈને જારી રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોની વચ્ચે કેરળના પત્રકારે પોતાની દીકરીનું નામકરણ પીડિતાના નામે કર્યું છે. પ્રખ્યાત મલયાલમ અખબાર માતૃભૂમિમાં ઉપસંપાદક રંજીત રામે ફેસબુક પોસ્ટમાં કહ્યું કે તેણે પોતાની દીકરીનું નામ કે.રાજા રાખ્યું છે. પીડિતાનું નામ કાયદાકીય પ્રતિબંધોને કારણે પ્રકાશિત-પ્રસારિત કરવામાં આવી રહ્યું નથી. રંજીતે બળાત્કાર પીડિતાનું નામ પોતાની બીજી દીકરીના નામ પહેલાં લગાવી દીધું છે. જાન્યુઆરીમાં કઠુઆમાં આઠ વર્ષીય બાળકી સાથે પહેલાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. રંજીત રામે કહ્યું કે આ નિર્ણય તેમણે પત્નીની સહમતિ સાથે લીધો છે.