(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧પ
કેશોદનાં અખોદર ગામે ભુલથી ઝેરી દવા પી જતાં મૃત્યુંનો બનાવ નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં અખોદર ગામે રહેતાં અમિતાબેન સરમણભાઈ ભેટારિયા (ઉ.વ.ર૦)ને તાવ આવતી હોય. જેથી દવા ચાલું હતી. આ દરમ્યાન ભુલથી ઝેરી દવા પી જતાં તેનું મૃત્યું થયું છે. જ્યારે અન્ય એક બનાવમાં માંગરોળનાં રૂદલપુર ગામમાં મહાવીરસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.રર) બેકારીથી કંટાળી અને એસિડ પી જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે માણેકવાડા ગામે કોબા સીમના રસ્તા ઉપર જુગાર અંગે દરોડો પાડતાં મયુરભાઈ રાજુભાઈ ચાવડા, રાજેશભાઈ ઉર્ફે મંગાભાઈ ભીમાભાઈ મુછડિયા, મેરામણભાઈ લીલાભાઈ, કળગિયા, પ્રફુલભાઈ ભીખાભાઈ મકવાણા, સરમણભાઈ ઉર્ફે રાવણો ભાણજીભાઈ મકવાણા, ભુપતભાઈ ગોવિંદભાઈ ખટારિયા (રહે.તમામ માણેકવાડા ગામ, તા.કેશોદ)ને માણેકવાડાની પૂર્વે કોબા સીમમાં આરોપી પ્રફુલભાઈ ભીખાભાઈ મકવાણાની વાડીએ શેઢે આંબાના ઝાડ નીચે જુગાર રમતાં રોકડ રૂા.૮,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. ઉપરાંત કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.યુ.દલ અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દ્વારકાધીશ માર્કેટ પાસે જુગાર અંગે દરોડો પાડતાં વિપુલભાઈ કાનજીભાઈ ભુવા, રામભાઈ કરશનભાઈ વાજા, અનીલભાઈ માલદેભાઈ ચુડાસમા, રાજુભાઈ ધૈયાભાઈ કોડિયાતર, મેહુલભાઈ ગંધુભાઈ મક્કા વગેરેને જાહેરમાં જુગાર રમતાં રોકડા રૂા.૩,૯૧૦ તથા મોબાઈલ ૪ કિ.રૂા.પ,૦૦૦ મળી કુલ રૂા.૮,૯૧૦નો મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. આ રેઈડ દરમ્યાન વિક્રમભાઈ કાળા કારેથા (રહે.પ્રાંસલી) નાસી છુટેલ છે. જેને પકડી પાડવાં ચક્રો ગતિમાન કરેલ છે.