જૂનાગઢ, તા.ર૯
કેશોદ તાલુકાના કરેણી ગામે થયેલ વાહન અકસ્માતમાં વૃદ્ધાને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો અનુસાર કેશોદ તાલુકાના કરેણી ગામે રહેતા રમેશકુમાર દેવાભાઈ પારેડી (ઉ.વ.ર૬) બજાજ બોક્સર નં.જીજે-૦૩-એએચ-૮૪પ૮માં ફરિયાદીના દાદી પુરબાઈબેનને બેસાડી કેશોદ તરફ આવતા હતા આ વખતે આગળ જતી ઓટો રિક્ષા નં. જીજે-૦૬-ડબલ્યુ-૧ર૬૧ના ચાલકે ઓચિંતો કાવો મારતા ફરિયાદીના મોટરસાઈકલ સાથે અથડાવતા ફરિયાદીની પાછળ બેઠેલ તેના દાદી પુરબાઈબેન ફગોળાઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં મૃત્યુ થયેલ છે. આ અંગે કેશોદ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.