જૂનાગઢ, તા.રપ
કેશોદમાં નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ખરીદ કરવામાં આવેલ નબળી તુવેર આવી ક્યાંથી તે બાબતે તપાસ હાથ ધરવામાં આવતા કૌભાંડ બહાર આવ્યું હતું. જે કૌભાંડમાં ૭ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં જે.બી. દેસાઈ (ખરીદી ઈન્ચાર્જ), ફૈઝલ શબીર મુગલ (કેલેક્ષ કંપનીના ગ્રેડર), જયેશ લક્ષ્મણભાઈ ભારતી (ગોડાઉન મજૂર), હિતેષ હરજી મકવાણા (રહે. જૂનાગઢ), ભરત પરસોત્તમ વઘાસિયા (રહે.દાત્રાણા), જીજ્ઞેશ બોરિચા હાંડલા તથા કાનાભાઈ વિરડા (કિશાસ સંઘ પ્રમુખ) (રહે.માણેકવાડાવાળાઓ) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવ અંગે વધુ તપાસ કેશોદના પીઆઈ ડી.જે. ઝાલા ચલાવી રહ્યા છે.