ભરૂચ, તા.ર૬
કોંગ્રેસના નેતા અગ્રણી નેતા મણીભાઈ વસાવાના નિધન અંગે રાજ્યસભા સાંસદ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
અહમદભાઈ પટેલે પોતાના શોક સંદેશામાં જણાવ્યું છે કે, મણીભાઈ લોકોના અને ખેડૂતોના પ્રશ્નોને લઈ હંમેશા કાર્યરત રહ્યા હતા. તેઓના જિલ્લા પંચાયતના પ્રમુખ પદના કાર્યકાળ દરમ્યાન હંમેશા લોકોને વધુમાં વધુ મદદરૂપ થવાય અને લોકોના કાર્યો વહેલામાં વહેલી તકે પૂરા કરવા માટે હંમેશા તેઓ કાર્યરત રહ્યા હતા. તેઓએ ખૂબ જ સાદગીનું જીવન જીવી લોકોને એક ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
અહમદભાઈ પટેલે આ દુઃખદ સમયમાં તેમના પરિવારજનોને પરમ કૃપાળુ પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે.
કોંગ્રેસના અગ્રણી નેતા મણીભાઈ વસાવાના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અહમદ પટેલ

Recent Comments