ભાવનગર, તા.૨
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલના માતૃશ્રી રાજેન્દ્રકુંવરબા હરિચંદ્રસિંહજી ગોહિલ (ઉ.વ.૮૮)નું આજરોજ તેમના વતન લીંમડા ખાતે અવસાન થયુ છે. સદ્‌ગતની અંતિમવિધિ આજે સાંજે લીંમડા મુકામે રાખવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે માતાના નિધન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને કોરોના મહામારીના પગલે લોકોને રૂબરૂ ન આવવા અપીલ કરી છે. શક્તિસિંહ ગોહીલ માતાના નિધન અંગે ભાવનગર શહેર અને જિલ્લાના કોંગ્રેસ તથા તમામ રાજકીય પક્ષના આગેવાનોએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. ગુજરાત ટુડે પરિવાર પણ શ્રધ્ધાંજલિ વ્યકત કરે છે.