જૂનાગઢ,તા.૧૬
જૂનાગઢમાં મધુરમ બાયપાસ સ્વામીનારાયણ ગેઈટ બહાર ત્રણ રસ્તા ચોકડી ઉપર જાહેર રોડ ઉપર ટાયર સળગાવવા અંગે ગુનો દાખલ થયો છે. સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના વીએસઆઈ જે.એમ. વાળાએ જાતે ફરિયાદી બનેલ છે જેમાં તેઓએ કોંગ્રેસ પક્ષના કાર્યકરો તથા આહીર સમાજના ર૦થી રપ અજાણ્યા પુરૂષોના ટોળા વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં તા.૧૪-૩-ર૦૧૭ના રોજ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અમરીશ ડેરને ચાલુ વિધાનસભા સત્રમાંથી સસ્પેન્ડ કરેલ હોય જેના વિરોધમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો તથા આહીર સમાજના અજાણ્યા ર૦થી રપ માણસોએ ગેરકાયદેસર મંડળી રચી જાહેર રોડ ઉપર ભેગા થઈ ટાયર સળગાવી હાઈવે રોડને નુકસાન કરી તેમજ રોડ ઉપર પસાર થતા વાહનોને અટકાવી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા સી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.