અમદાવાદ, તા.૨૫
ગુજરાતમાં આઠ વિધાનસભાના પેટા ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ-કૉંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે. ભાજપ પ્રમુખ સીઆર પાટિલના નિવેદન પર કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાનો પલટવાર કરતા પત્રકાર પરિષદ કરી હતી. કૉંગ્રેસના નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ પત્રકાર પરિષદ કરી, સીઆર પાટિલ પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, સીઆર પાટિલ ઉર્ફે ભાઉએ પડકાર ફેંકતા પહેલા પોતાનો ભૂતકાળ તપાસી લેવો જોઇએ. પાટિલ ભાઉ પર ૧૦૭ ગુનાહીત કેસ સરકારી રેકોર્ડ પર નોંધાયા છે. મારે સાબિત કરવાની જરૂર નથી. પરંતુ સીઆર પાટિલે ૨૦૧૪ અને ૨૦૧૯માં લોકસભા ચૂંટણી વખતે કરેલ સોગંદનામા ફોટા સાથે તેમને સ્વીકાર કર્યો છે, તેના આધારે હું બોલું છુ. મેં કશું નવીન વાત કરી નથી, કારણ કે, પાટિલ ભાઉએ કરેલી ચૂંટણી પંચ સમક્ષ એફિડેવિટમાં લખ્યું છે. તેના પર ૧૦૭ અલગ અલગ કેસ નોંધાયા છે. પાટિલ ૧૯૭૫માં પોલીસ કોન્સ્ટેબલ બન્યાના ત્રણ વર્ષમાં ૧૯૭૮માં તેમના પર દારૂની હેરાફેરીમાં પલસાણા પોલીસ અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં કેસ નોધાયો છે. જેના પગલે પોલીસ વિભાગે તેઓને સસ્પેન્ડ કર્યા છે. ૧૯૮૪માં પોલીસ યુનિયન બનાવતા ડિપાર્મેન્ટે તેઓને બરખાસ્ત કર્યા હતા. સુરત કોર્પોરેશન દ્વારા ઓક્ટ્રોય પણ પાટિલ પર થયો. ૨૦૦૨માં ડાયમંડ કૌભાંડ જે ૮૧ કરોડનું થયું તે મુદ્દે પણ કેસ થયો, મહિનાઓ સુધી જેલમાં રહ્યા તેના પુરાવા સરકારી રેકોર્ડ પર આજે પણ છે. વધુમાં મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજીનામાની વાતો કરનારા પાટિલ ભાઉ ખોટા પડકાર ન કરે ભાજપની સંસ્કૃતિ રાજીનામા આપવાની નથી. ભાજપના વર્તમાન પ્રમુખ ૩૨ લક્ષણા છે. ભાજપ નેતાઓ ભાઉને આવા નિવેદન આપતા પહેલાં રોકવા જોઇએ. સીએમ પણ કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય પર દારૂ મુદ્દે જે નિવેદન આપ્યું છે તે ન આપવું જોઇએ. પહેલા સીએમ ભાઉના રેકોર્ડ જોવે અને પુરાવા સરકાર પાસે જ છે. તે તપાસ કરવી જોઇએ. ભાજપે કાળા નાણાથી ધારાસભ્યને ખરીદવા માટે ખરીદ વેચાણ સંઘ બનાવ્યું છે. પરંતુ ૨૦૧૭ ચૂંટણી કોંગ્રેસ છોડીને ૧૪ ધારાસભ્ય ગયા હતા તેમાંથી ૨ જીત્યા હતા. ૨૦૧૯માં બે ધારાસભ્ય પાર્ટી છોડી હતી. આજે ઘરે બેઠા છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આઠે આઠ બેઠક જીતશે.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના ભાજપ પ્રમુખ પર આકરા પ્રહાર ભાજપના વર્તમાન પ્રમુખ ૩ર લક્ષણા, ભાઉ પહેલાં પોતાનો ભૂતકાળ તપાસી લે

Recent Comments