(એજન્સી) શીવમોગાતા, તા.૨૧
કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર હેન્ડલ દ્વારા બહાર પાડવામાં આવેલ એક ટ્‌વીટ માટે શિવામોગા જિલ્લાના સાગર ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. એડવોકેટ પ્રવીણ કે વીએ બુધવારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૧મી મેના રોજ વડા પ્રધાન અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખોટા આરોપો મૂકતી એક ટ્‌વીટ કરી હતી. ટ્‌વીટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પીએમ કેર ફંડ્‌સનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે અને ગરીબોના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવી રહ્યો નથી. એડવોકેટે દાવો કર્યો હતો કે આ ટ્‌વીટ લોકોને અવિશ્વાસ તરફ દોરી જાય છે અને લોકોને ઉશ્કેરે છે. પોલીસે આઈપીસીની કલમ ૧૫૩ અને ૫૦૫ (૧) (બી) હેઠળ ગુનો નોંધ્યો હતો.