(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૬
રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસે પોતાના વધુ ધારાસભ્યોને તૂટતા બચાવવા જયપુરમાં લઈ જવાનો નિર્ણય કરી આજે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસ તમામ ધારાસભ્યોને લઈ ર૬ માર્ચ સુધી જયપુર જવા રવાના થઈ હતી. આ ધારાસભ્યો સાથે કોંગ્રેસના સિનિયર આગેવાનો પણ જોડાયા હતા.
રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ભાજપે શામદામ દંડની નીતિ અપનાવતા ગુજરાત કોંગ્રેસના ૫ ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસ હવે બેકફૂટ પર આવી ગઈ છે. જેથી આજે ગુજરાત કોંગ્રેસના ૩૩ ધારાસભ્યો સ્પાઈસજેટ, ઈન્ડિગો અને ગો એર ફ્લાઈટમાં જયપુર જવા રવાના થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકીની સાથે સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર જવા નીકળ્યા છે. જો કે એરપોર્ટ પર કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી મીડિયાને કોઈપણ નિવેદન આપ્યા વિના નીકળી ગયા હતા. આ સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે અમારા બન્ને ઉમેદવાર જીતશે. અમારી પાસે પૂરતું ગણિત અને રણનીતિ છે.
કોંગ્રેસના જ ધારાસભ્યો જયપુર, જવા રવાના થયા તેમાં લલિત કગથરા, વિક્રમ માડમ, ભીખા જોશી, ઇમરાન ખેડાવાલા, અમિત ચાવડા, ગ્યાસુદીન શેખ, કાંતિભાઇ ખરાડી, બ્રિજેશ મેરજા, મહેશ પટેલ, , મોહમ્મદ જાવેદ પિરજાદા, મોહનભાઇ વાળા, અશ્વિન કોટવાલ, નટવરસિંહ મહિડા, સુખરામ રાઠવા, રઘુ દેસાઇ, અનિલ જોશીયારા, નિરંજન પટેલ, ગુલાબસિંહ રાજપુત, મોહનસિંહ રાઠવા, વિરજી ઠુમ્મર, પુંજા વંશ અને ભરતજી ઠાકોર સહિત ૨૦ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જયારે અગાઉ જે ધારાસભ્યો જયપુરનો શિવ વિલાસ રિસોર્ટમાં છે તેમાં અજીતસિંહ ચૌહાણ, રાજેશ ગોહિલ, ઋત્વિજ મકવાણા, પુનમભાઈ પરમાર, હર્ષદ રિબડીયા, બળદેવજી ઠાકોર, ઈન્દ્રજીતસિંહ, લાખાભાઈ ભરવાડ, ચંદનજી ઠાકોર, નાથાભાઈ પટેલ, ચિરાગ કાલરિયા, હિંમતસિંહ પટેલ, ગેનીબેન ઠાકોર, કાંતિ પરમાર, કનુ બારીયા, શિવા ભુરીયા, પ્રવિણ મુછડિયા, રાજેન્દ્ગસિંહ ઠાકોર, ચંદ્રીકા બારિયા, ભાવેશ કટારા, કિરીટ પટેલ, મધુબેન રાઠોડ, ભરત ઠાકોર, લલિત વસોયા,સી.જે. ચાવડા, વિમલ ચુડાસમા, જશુ પટેલ, નૌશાદ સોલંકી, જશપાલ ઠાકોર, બાબુ વાજા, આનંદ ચૌધરી, કાળુ ડાભી, સંજયસિંહ સોલંકી, વજેસિંહ પણદાનો સમાવેશ થાય છે.