પાવીજેતપુર, તા.૬
રાજ્યસભાની ચૂટણીને લઈને હાલ રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્યો સુરક્ષિત સ્થળે પહોચી રહયા છે ત્યારે પાવીજેતપુર ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાની ત્યાં મધ્ય ગુજરાતનાં કોંગ્રેસનાં ૫ ધારાસભ્યો ભેગા થયા છે, તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહીતી મુજબ હાલ રાજયમાં રાજ્યસભાની ચૂટણીને લઈને માહોલ ગરમ થઈ ગયો છે. કોંગ્રેસનાં ૮ ધારાસભ્યો અત્યાર સુધી રાજીનામાં આપી ચૂક્યા છે. ત્યારે બાકીના ધારાસભ્યોને કોંગ્રેસનાં નેતાઓએ સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે. જેમાં પાવીજેતપુર પણ રાજ્યસભાણી ચૂટણી માટે સેન્ટર બની રહયું છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહીત ૫ ધારાસભ્યો પાવી જેતપુર ખાતે ભેગા થયા છે. જેમાં છોટા ઉદેપુર સ્થાનીક ધારાસભ્ય મોહનસીંહ રાઠવા, પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા, ગરબાડાના ધારાસભ્ય ચન્દ્રીકાબેન બારીયા, ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા, અને નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા સામેલ છે.