(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧પ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ. વીરપ્પા મોઈલીએ બુધવારે જણાવ્યું કે, રાજ્યોના પ્રભારી પાર્ટી મહાસચિવ પોતાનું કામ કરી રહ્યા નથી. તેમણે સોનિયા ગાંધી નીત પાર્ટીને મજબૂત કરવા માટે એઆઈસીસી સ્તર પર યોગ્ય પરિવર્તન ન કરવાની માંગ કરી છે. રાસ્થાનમાં છવાયેલા સંકટના વાદળ વિશે પૂછવા પર તે મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પક્ષ લેતા જોવા મળ્યા. તેમણે સંકેત આપ્યા કે, બળવાખોર નેતા સચિન પાયલટે પોતાના વારાની ધૈર્ય સાથે રાહ જોવી જોઈતી હતી. કોંગ્રેસે કાલે પાયલટને ઉપમુખ્યમંત્રી પદ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા. મોઈલીએ જણાવ્યું કે, આ દિવસો દરમ્યાન કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેની સાથે જ અનુભવી નેતૃત્ત્વની પણ જરૂરત છે કારણ કે, તમે વરિષ્ઠ સાથીઓની ઉપેક્ષા નથી કરી શકતા. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજના અનેક યુવાનોમાં ધૈર્ય નથી તેમને ધૈર્ય રાખતા આવડવું જોઈએ. તેમણે જણાવ્યું કે, બની શકે છે કે, પાયલટ મુખ્યમંત્રી પદના અધિકારી હોય પરંતુ તેમણે પોતાના વારાની રાહ જોવી જોઈતી હતી. પાર્ટીની અંદર કામ કરવું જોઈતુ હતું. તેમણે જણાવ્યું કે, ૪ક વર્ષીય નેતા ને તેમના રાજનૈતિક કરિયરની શરૂઆતમાં જ પાર્ટીએ લોકસભામાં સભ્ય બનાવ્યા, કેન્દ્રીય મંત્રી બનાવ્યા, ઉપમુખ્યમંત્રી બનાવ્યા અને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. મોઈલીએ જણાવ્યું કે, એઆઈસીસીના રાજ્યોના પ્રભારી મહાસચિવ સચેત નથી અને પાર્ટીના સ્થાનિક એકમોની સામે આવી રહેલી સમસ્યાઓને સમજી રહ્યા નથી. તેમણે જણાવ્યું કે, ‘તેનાથી રાજસ્થાનમાં બનેલા સંકટથી બચી શકાતુ હતું. બીજી કેટલીક મુશ્કેલીઓથી પણ બચી શકાતુ હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, મહાસચિવ કેટલીક વખત આ પ્રકારની સ્થિતિઓને કેન્દ્રીય નેતૃત્ત્વના સંજ્ઞાનમાં નથી લાવતા અને તાત્કાલીક સુધારાત્મક પગલા નથી ભરતા. મોઈલીએ જણાવ્યું કે, “આ દિવસો દરમ્યાન અને આ પ્રકારની ક્વાયત નથી કરી રહ્યા પછી આ પૂર્વોત્તર રાજ્ય હોય કે મધ્યપ્રદેશ અથવા કર્ણાટક અથવા તેમાંથી કોઈ રાજ્ય હોય.” મોઈલીએ જણાવ્યું કે, કેટલીક વખત હાઈ કમાન્ડના સ્તર પર પણ સતર્કતાનો અભાવ રહે છે. પરિણામ સ્વરૂપ જ્યારે બધુ થઈ જાય છે ત્યારે તે ગભરાઈ જાય છે. આ પદ્ધતિ નથી. તેમણે આંધ્રપ્રદેશ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરીના પાર્ટી પ્રભારી મહાસચિવ રહેતા પોતાના કામકાજને યાદ કરતા જણાવ્યું કે, “અમે ત્યાં સુધારાત્મક પગલા ભરવા માટે પ્રવાસ કરતા હતા. આ દિવસો દરમિયાન આ પ્રકારની કવાયતો નથી કરવામાં આવતી.” આજકાલ જેમને પ્રભારી બનાવવામાં આવે છે તેમની પાસે જવા અથવા રહેવાનો સમય નથી હોતો. તમારે માત્ર રાજ્ય સ્તર પર નહીં પરંતુ જિલ્લા સ્તર પર નેતાઓની આકાંક્ષાઓને સમજવી પડશે અને આ રીતે પાર્ટીને મજબૂત કરી શકાશે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, બિન-ભાજપ સરકારોને તોડવાનો પ્રયાસ કરી તેમનું ધ્યાન વહેંચે છે અને બીજી પાર્ટીઓના આવા મહત્વાકાંક્ષી યુવાનોને આકર્ષિત કરે છે જે સરળતાથી વાતોમાં આવી જાય છે. તેમણે જણાવ્યું કે, હાઈકમાન્ડમાં પરિવર્તન થવું જોઈએ.