રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપતાં પેટાચૂંટણી યોજવાની નોબત આવી હતી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૦
રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામા બાદ ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી તાજેતરમાં યોજવામાં આવી હતી. આજરોજ આ ચૂંટણીના પરિણામો જાહેર થતા આઠે આઠ બેઠકો પર કેસરિયો લહેરાયો હતો. જયારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આઠમાંથી પાંચ ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી હતી. આ પાંચે પાંચ બળવાખોર ઉમેદવારો જીતી ગયા હતા. આજની આ જીત બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને ૧૧૧ થયું છે. જયારે કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને ૬પ થઈ ગયું છે.
ડાંગ : ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવારનો જંગીલીડથી વિજય થયો છે. મતગણતરી પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર ૬૦૦૯પ મતની સરસાઈથી વિજયી નીવડયા છે. જયારે તેમના હરીફ સૌરાષ્ટ્રની ગઢડા, ધારી અને મોરબી બેઠક પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૬૪૭૧૧ કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને ૬૦૦૬ર મત મળ્યા છે. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા ૪૬૮૯ મતથી વિજેતા થયા છે. ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાને ૪૯૯૭૪ મત અને કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને ૩ર૭૬પ મત મળ્યા છે. જેમાં કાકડિયા ૧૭ર૦૯ મતે વિજેતા થયા છે. ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને ૭૦૩૬૭ અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને ૪૮૦૮૭ મત મળ્યાં છે. જેમાં આત્મારામ પરમાર રરર૮૦ મતે વિજયી બન્યા છે. ત્રણેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. મોરબી બેઠક પર સાંસદ, મોહન કુંડારિયા કિંગ મેકર બન્યા છે. ગઢડાના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ મત ગણતરી કેન્દ્ર છોડી જણાવ્યું હતું કે , લોક ચુકાદો આવી રહ્યો છે. જનતાનો મત એ અમારો મત છે. ભાજપના કામો જોઈને મતદારોએ ભાજપને મત આપ્યા હશે. કોંગ્રેસની હાર નહીં પણ જીત છે ભાજપે તોડજોડ કરી જીત મેળવી છે. કપરાડા-ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. જેમાં પહેલા રાઉન્ડથી ડાંગ અને કપરાડા બંને બેઠક પર ભાજપ આગળ હતું. કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની ૪૬૮૦૧ અને ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની ૬૦૦૯પ મતે જીત થઈ છે. જયારે ડાંગના કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી કેન્દ્ર છોડી દીધું હતું. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠકો પર એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. જેથી કપરાડામાં ભાજપને ૧૧ર૩પ૭ અને કોંગ્રેસને ૬પપપ૬ મત મળ્યા હતા. જયારે ડાંગમાં ભાજપને ૯૪૦૦૬ અને કોંગ્રેસને ૩૩૯૧૧ મત મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કપરાડામાં ૪ ઉમેદવાર અને ડાંગમાં ૯ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા. કરજણ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સિવાયના અન્ય ૭ ઉમેદવારોને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે. કરજણ બેઠક પર રર૬ર મતદારોએ નોટા એટલે કે નોન ઓફ ધ અબોવનું બટન દબાવીને કોઈપણ ઉમેદવારને પસંદ કર્યો નહોતો અને બાકીના ૭ ઉમેદવારને તો એક હજાર કરતા પણ ઓછા મત મળ્યા હતા. એટલે કે ૭ ઉમેદવારને નોટા કરતા અડધા મત પણ મળ્યા નથી. વડોદરા જિલ્લાની કરજણ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનો ૧૬,૪૦૯ મતથી વિજય થયો છે. જેમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને સૌથી વધુ ૭૬,૮૩૧ મત અને કોંગ્રેસના ઉમેદવાર કિટીટસિંહ જાડેજાને ૬૦,૪રર મત મળ્યા હતા. જો કે બાકીના ૭ ઉમેદવારને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે.
લીંબડી : લીંબડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ૪ર રાઉન્ડનાં અંતે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાનો ૩૧,પ૩૯ મતની લીડ સાથે વિજય થયો છે. કિરીટસિંહ રાણાને કુલ ૮૭,૭૪૭ મત મળ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર ચેતનભાઈ ખાચરને કુલ પ૬,ર૦૮ મત મળ્યા છે આ બેઠક પર ૩,પપ૮ મત નોટામાં પડયા છે.
અબડાસા : આ બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને કુલ ૭૧,૮૪૮ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર ડોકટર શાંતિલાલ સેંધાણીને કુલ૩પ,૦૭૦ મત મળ્યા હતા. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર હનીફ પઢીયારને ર૬,૪૬૩ મત મળ્યા છે. બેઠક પર પ્રદ્યુમનસિંહનો ૩૬,૭૭૮ મતથી વિજય થયો છે. કચ્છની અબડાસા બેઠક મુસ્લિમ બહુમતીવાળી છે જયાં શંકરસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવાર ઉભો રાખી કોંગ્રેસની બાજી બગાડી હતી.