અમરેલી, તા.૨૪
અમરેલી ભાજપ શાસિત નગરપાલિકામાં આજની બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં કોંગ્રેસના ૧૨ સભ્યોએ ગેરહાજર રહી તેમજ ૮ સભ્યો વોકઆઉટ કરી જતા ભાજપના ૨૪ સામે ૮ વિરૂદ્ધ બજેટ મંજૂર કરેલ હતું. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભાજપ દ્વારા ફક્તને ફક્ત તેમના જ સ્વાર્થ ખાતર શહેરના વિકાસના કામો કરવાના બદલે પોતાના જ ફાયદા માટે કોંગ્રેસના સદસ્યોને ખરીદી અથવા તો ગેરહાજર રહેવા જણાવી બજેટ મંજૂર કરી લઈ ભ્રષ્ટચાર કરવામાં આવી રહ્યાનો કોંગ્રેસના મહિલા સદસ્યએ આક્ષેપ કર્યો હતો.
જ્યારે ભાજપ શાસિત પાલિકના પ્રમુખ જ્યંતી રાંણવા દ્વારા શહેરના વિકાસના કામો માટે પાલિકા દવારા ૨૧ કરોડ ગ્રાન્ટ મંજૂર થયેલ છે તેમાં શહેરના રોડ રસ્તા માટે ૧૨ કરોડ ફાળવી દીધેલ છે ત્યારે કોંગ્રેસના સદસ્યોએ શહેરના વિકાસના કામોમાં સાથ સહકાર આપવાના બદલે વિરોધ કરતા હોઈ તે યોગ્ય ગણાવેલ ન હતું.
અમરેલી નગરપાલિકાની આજે બોર્ડ ઓફ ડિરેક્ટરની સામાન્ય સભામાં અગાઉથી જ તમામ સદસ્યોએ એજન્ડા આપી દેવામાં આવેલ હતા અને આ એજન્ડામાં ખાસ કરીને શહેરના રોડ રસ્તા માટે ૧૨ કરોડની માતબર રકમ ફાળવેલ હોઈ અને અન્ય કામો સહિત ૨૧ કરોડ ટોટલ મંજૂર થયેલ હોઈ તે એજન્ડા મુજબ મિટિંગમાં આજે શહેરના વિકાસ કામોને ગતિ આપવા ભાજપના ૨૪ સદસ્યોએ હાજર રહી તેમજ કોંગ્રેસના ૧૨ સભ્યો કે, જેઓને ભાજપ દ્વારા ખરીદી લીધેલ હોઈ તેઓ આ મિટિંગમાં ગેર હાજર રહ્યા હતા અને કોંગ્રેસના ૮ સદસ્યો મિટિંગ દરમ્યાન વોકઆઉટ કરી ગયા હતા અને કહેલ હતું કે, શહેરના વિકાસના કામો થાય તેમાં અમને કોઈ વાંધો નથી પણ પાલિકાના સત્તાધિશો કે, અધિકારીઓ કર્મચારીઓ દ્વારા અન્ય કામોમાં ગ્રાન્ટ વાપરવામાં આવશે તેમાં અમારી કોઈ જવાબદારી નહીં હોય તેમ કહી વોકઆઉટ કરી ગયા હતા.