(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૨૯
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાના આદેશ અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે નાનીબાળકી સાથે થયેલા દુષ્કર્મ મામલે પુર્વ સાંસદ જગદીશભાઇ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષનુ ડેલિગેશન આવતીકાલે તારીખ ૩૦/૯/૨૦૧૮ રવિવારના રોજ બપોરે ૧ઃ૦૦ કલાકે નવા સરકીટ હાઉસથી નીકળી પીડિત બાળકીના પરિવારના સભ્યો અને ગ્રામજનોની મુલાકાત લેશે. જેમાં ગુજરાત વિધાનસભા દંડક અશ્વિન કોટવાલ, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, ભિલોડા ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારા, પુર્વ ધારાસભ્ય મણીભાઇ વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણીભાઈ પટેલ, પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર કમલેશ પટેલ, ઠાકોર સમાજના આગેવાનો તથા કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકરો ગામની મુલાકાત લઇ સમગ્ર ઘટનાની માહિતી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સુપરત કરશે.