(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ટૂંકું સત્ર આજથી શરૂ થતાં જો કે તેમાં કોઈ કાર્યવાહી વિના માત્ર શોકદર્શક દરખાસ્તો રજૂ કર્યા બાદ ગૃહ મુલત્વી રહ્યું હતું જ્યારે હવે આવતીકાલે સત્રનો અંતિમ દિવસ હોય કોંગ્રેસ તરફથી સરકારના મંત્રીમંડળ સામે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત આવે એવી કોઈ શક્યતા જણાવી નથી. બે દિવસીય ટૂંક સત્ર હોઈ આ પ્રસ્તાવ રજૂ થઈ શકે તેમ ન હોવાનો મુદ્દો ભાજપ તરફથી ઉઠાવાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રનો આજથી પ્રારંભ થયો છે. ગત સપ્તાહ અગાઉ કોંગ્રેસના ઉપનેતા તરફથી ભાજપ સરકારના મંત્રીમંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અટકળો અને ચર્ચાનું બજાર ગરમ છે ત્યારે હવે આ અવિશ્વાસ પ્રસ્તાવનું શું થાય છે. તેને લઈને સસ્પેન્સ ઊભો થવા પામ્યું છે. કોંગ્રેસે ખેડૂતોને દેવા માફી બેરોજગારી, મગફળી કૌભાંડ સહિતના મુદ્દાઓના નિકાલ કરવામાં રૂપાણી સરકાર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપો કર્યા છે. અવિશ્વાસ પ્રસ્તાવ માટે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ હોવા છતાં ભાજપે કેટલાક ટેકનિકલ મુદ્દાઓ ઊભા કર્યા છે જેમાં વિધાનસભાનું વર્માન સત્ર માત્ર બે દિવસીય હોઈ અને પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા ત્રણ દિવસનું સત્ર જોઈએ તેવો મુદ્દો ભાજપ તરફથી ઉઠાવવામાં આવ્યો છે. આ મુદ્દે ના.મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યું હતું કે, આ બે દિવસનું સત્ર છે. જેમાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે પૂરતી વૈધાનિક અને ટેકનિકલ પ્રક્રિયા અનુસરવામાં આવી નથી. જેથી આ પ્રસ્તાવ આ સત્રમાં આવી શકે તેમ નથી.
કોંગ્રેસનો મંત્રીમંડળ સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં આવવા સામે પ્રશ્નાર્થ

Recent Comments