અમદાવાદ,તા.ર૭
રાજસભાની ચૂંટણી ટાળે લાભ લેવાના આશયે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેનારા પાંચ ધારાસભ્યોએ શનિવારે ભાજપમાં જોડાયા હતા. જો કે, ભાજપમાં જોડાયા બાદ આ પૂર્વ ધારાસભ્યોએ મીડિયા સાથે વાતચીતમાં ભાંગરો વાટ્યો હતો.
સૌ પહેલાં તો બ્રિજેશ મેરજાએ ભાજપના પ્રદેશ પ્રમુખને બદલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો આભાર માની લીધો હતો. ત્યારબાદ અક્ષય પટેલે અમિત શાહને બદલે અમિત ચાવડા બોલી ગયા હતા. આટલે ના અટકતા કેસરિયો ધારણ કરનારા જે.વી. કાકડિયાએ ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ થયાનું જણાવી ભાંગરો વાટી દીધો હતો. આમ ત્રણ આયાતી નેતાઓની ભાજપમાં એન્ટ્રી સાથે જ પહેલી જ પત્રકાર પરિષદમાં જીપ લપસી હતી.