અમદાવાદ,તા.૯
રાજયની સાંપ્રત પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવા અને ખેડૂતોના પ્રશ્નો અંગે સંવાદ કરવા તથા આવેદનપત્ર આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સમય માંગ્યો છે.
આપણો દેશ અને ગુજરાત રાજય છેલ્લા ઘણા સમયથી મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એક બાજુ મંદી અને બીજી બાજુ કુદરતનો માર અને ત્રીજી બાજુ અસહ્ય મોંઘવારી આ ત્રણેય બાજુઓથી પિસાતો જગતનો તાત જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એમાં સરકાર ખેડૂતોની શું સહાય થઈ શકે અને ખેડૂત તથા ગુજરાતની જનતાને ઉપયોગી થઈ શકે તે માટે વિપક્ષ સકારાત્મક શું ભૂમિકા ભજવવા માંગે છે તે અંગેની ચર્ચા કરવા માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્યે તેમજ સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિ મંડળ અમિત ચાવડાની આગેવાનીમાં મુખ્યમંત્રીને મળવા માંગે છે. આ અંગે મુખ્યમંત્રીને તા.૬-૧-ર૦ર૦ના રોજ પત્ર લખી સમય માગ્યો છે.