(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક સ્પૂફ વીડિયો તૈયાર કર્યો છે. યોગીને ટ્રોલ કરવા માટે તૈયાર કરવામાં આવેલ આ વીડિયોમાં કોંગ્રેસે ગંભીર મુદ્દાઓ ઉઠાવીને બીજેપી પર મોટો હુમલો કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં સીએમ યોગીને બ્રાઉઝર પર સર્ચ કરતા બતાવાયા છે. આ વીડિયો દ્વારા એ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, એમને યોગી આદિત્યનાથના રહસ્યો અંગે જાણકારી મળી છે. આ સિક્રેટને શેર કરી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે, આદિત્યનાથ બ્રાઉઝર પર શું સર્ચ કરે છે ? ત્યારબાદ યોગી આ સ્પૂફ વીડિયોમાં બ્રાઉઝર પર જુદી જુદી વસ્તુઓ શોધતા નજરે પડે છે. જેમાં યોગી હાઉ ટુ મેક હેટ સ્પીચ, હાઉ ટુ બ્રિંગ બેડ ગવર્મેન્ટ, હાઉ ટુ ઈન્શ્યોર સોશિયલ હિસહાર્મની અને હાઉ ટુ બી એન એબસન્ટી સીએમ જેવા મુદ્દાઓ સર્ચ કરે છે. કોંગ્રેસે આ વીડિયોમાં દરેક કી વર્ડ સર્ચ પછી કિલપ્સ લગાવી છે. આ વીડિયો ક્લિપમાં ગોરખપુરના હોસ્પિટલમાં બાળકોના મોત, કાસગંજમાં ર૬ જાન્યુઆરીએ થયેલ કોમી હિંસા, મુઝફ્ફરનગર અને શામલીના આરોપીઓના કેસ પાછા લેવાની પ્રક્રિયા, રાજ્યમાં અપરાધીના એન્કાઉન્ટર અને કર્ણાટકના રણમાં યોગીને જવાના સંબંધિત ક્લિપ બનાવવામાં આવી છે.