(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ૨૨થી ૨૫ ઓગસ્ટ દરમિયાન લંડન, જર્મનીની મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતમાં રાહુલ ૨૨-૨૩ બ્રિટનમાં અને ૨૪-૨૫ જર્મનીમાં વસતા બિનનિવાસી ભારતીયો, અગ્રણીઓ અને મીડિયાને મળશે.
એઆઈસીસીના સેક્રેટરી અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ઈન્ચાર્જ હિમાંશુ વ્યાસે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ વિદેશોમાં વસતા ભારતીયોને મળવાનો સિલસિલો એક વર્ષ અગાઉ હાથ ધર્યો હતો. જેમાં તેમણે અમેરિકા, સિંગાપોર, અને મલેશિયાની મુલાકાત લીધી હતી.