(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આગામી વ્યૂહરચના માટે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, દેશના તમામ બૂથ લેવલના કાર્યકરો સહિત કોંગ્રેસના તમામ સભ્યોએ યુદ્ધના ધોરણે કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર રહેવું જોઇએ. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘોષિત દેશવ્યાપી લૉકડાઉનથી અર્થવ્યવસ્થા પર વધુ બોજ પડશે. તેમણે કહ્યુ કે ગરીબ, ખેડૂત અને મજૂર સૌથી વધુ પીડિત છે અને આશા છે કે કેન્દ્ર પાસે આના નુકશાનની ભરપાઈ કરવાની યોજના છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી રહેલા સોનિયા ગાંધીએ કહ્યુ, ’લૉકડાઉનના કારણે આપણી અર્થવ્યવસ્થા પર બહુ વધુ બોજ પડવાનો છે. અર્થવ્યવસ્થા પહેલેથી જ સંકટમાં હતી અને હવે એવુ લાગે છે કે મુશ્કેલીઓ વધી જશે. આપણે આના માટે તૈયાર રહેવુ પડશે. અમે આશા રાખીએ છીએ કે સરકાર આ પડકારનો સામનો કરવા માટે એક યોજના સાથે સામે આવશે. ગરીબ, ખેડૂત અને મજૂર લૉકડાઉનથી સૌથી વધુ મુશ્કેલીમાં છે. લૉકડાઉનના કારણે કામધંધા બંધ પડ્યા છે અને આ કારણે અર્થવ્યવસ્થા પર પણ ઉંડી અસર પડવાની છે. આઈએમએફે પણ કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે આર્થિક મંદી વિશે ચેતવણી આપી છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વ્યૂહરચના ઘડવા પ્રદેશ અધ્યક્ષો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

Recent Comments