(એજન્સી) જયપુર, તા.ર૩
કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં લઘુમતી સમાજના ઉમેદવારોને ટિકિટ નહીં આપે. જે અગાઉ કર્યું હતું. તેમ છતાં તેને વિશ્વાસ છે કે, ખ્રિસ્તી, જૈન, મુસ્લિમો તેની તરફેણમાં રહેશે. જ્યારે ભાજપ બહુમતી હિન્દુ મતોને તેની તરફેણમાં કરવા સખ્ત કામ કરી રહી છે. હાલમાં કોંગ્રેસમાં ૧૬ લઘુમતી ધારાસભ્યો છે. જેમાં ૧ર મુસ્લિમો છે તેમાં ઈકબાલ અન્સારી અને ઝમીર અહેમદખાન જેડીએસ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જ્યારે બે ખ્રિસ્તી અને ર જૈન ધારાસભ્યો છે. કર્ણાટકમાં ભાજપનો મુકાબલો કરવા માટે કોંગ્રેસ જીતી શકે તેવા ઉમેદવારો પર પસંદગી ઉતારશે. તેમ કોંગ્રેસના એક મુસ્લિમ નેતાએ જણાવ્યું હતું. બેંગ્લુરૂના શાંતિનગરના કોંગ્રેસના ધારાસભ્ય એન.એ.હરીશને ટિકિટ મળવી મુશ્કેલ છે. તેમના પુત્ર મોહમ્મદ નાલાપડે હોટલ માલિક પર હુમલો કર્યો હતો. જેનાથી ભારે હોબાળો મચી ગયો હતો. બીજો મતવિસ્તાર હેબ્બલ છે જ્યાં લઘુમતી મતદારો નોંધપાત્ર હોવા છતાં ભાજપનો ઉમેદવાર ૩ વાર ચૂંટણી જીત્યો હતો કારણ કે કોંગ્રેસે શહેરી મતદારોને અનુરૂપ ઉમેદવાર મૂકયો ન હતો. હવે કોંગ્રેસ બિનમુસ્લિમ ઉમેદવાર આ બેઠક પર ઉતારે તેવી સંભાવના છે. તેનો અર્થ એ થયો કે મુસ્લિમોને બેથી ત્રણ બેઠકો પર ટિકિટ ઓછી મળશે. કર્ણાટકમાં લઘુમતી મતદારો ૧૬% છે. કુલ મતદારો ૬.પ કરોડ છે. બાબરી મસ્જિદ કાંડ બાદ ઘણા લોકો ગામડાઓ છોડી શહેરોમાં વસી ગયા છે. મુસ્લિમોને ચિંતા છે કે, યુપીની માફક કર્ણાટકમાં ભાજપ તેમનો સફાયો કરશે. તેમ કેબિનેટ મંત્રીએ કહ્યું હતું. ખ્રિસ્તી કોમે ર૦૦૮માં કેટલાક વિસ્તારોમાં ભાજપને ટેકો કર્યો હતો. જેમણે હજુ મન બનાવ્યું નથી. કોંગ્રેસને જૈન કોમોના મત પર વિશ્વાસ છે જે ભાજપની વોટબેંક છે.
કોંગ્રેસ કદાચ લઘુમતી ઉમેદવારોને ઓછી ટિકિટ ફાળવે

Recent Comments