(એજન્સી) તા.૨૯
પક્ષની સર્વોચ્ચ નિર્ણાયક સંસ્થા કોંગ્રેસ કારોબારી સમિતિએ આ સોમવારે સાત કલાક સુધી લાંબી ઓનલાઇન ચર્ચા કર્યા બાદ એવો ઠરાવ કર્યો હતો કે નવા પ્રમુખ ચૂંટાય ત્યાં સુધી સોનિયા ગાંધી કાર્યકારી પ્રમુખ તરીકે ચાલુ રહેશે. કોંગ્રેસ કારોબારી સમિતિએ નેતૃત્વમાં સર્વાનુમતે વિશ્વાસ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે કોઇને પણ પક્ષ કે નેતાગીરીને નબળી પાડવા દેવાશે નહીં. એવી પણ જાહેરાત કરી હતી કે આંતરપક્ષીય મુદ્દાઓ મીડિયા દ્વારા ચર્ચા કરી શકાય નહીં અને પક્ષના નેતાઓને આવા મુદ્દાઓ પક્ષના મંચ પર જ લાવવા જણાવ્યું હતું. આમ કોંગ્રેસ કારોબારી સમિતિએ હિંમતપૂર્વક મુશ્કેલીનો સામનો કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે લોકતંત્ર એ રાષ્ટ્ર માટે અત્યંત મહત્વપૂર્ણ સમય છે. પક્ષ જ્યારે લોકતંત્ર પર હુમલો, રાજકીય નાણા ભંડોળમાં અપારદર્શકતા, પક્ષાંતર જેવા મામલા પર આક્રમણનો પ્રતિસાદ આપે છે ત્યારે આ બધા માટે પક્ષની નેતાગીરીને દોષિત ગણવી અયોગ્ય છે. કેટલાક કોંગ્રેસી નેતાઓ જણાવે છે કે કોંગ્રેસ નેતાગીરી બંધારણ અને લોકતાંત્રિક પ્રક્રિયા પર થયેલા હુમલાનો વિરોધ કરવામાં મજબૂત હતી. તેમણે સતત રાષ્ટ્રીય મુદ્દાઓ ઉઠાવ્યાં હતાં અને સરકારે લેવા જેવા પગલાઓ સૂચવ્યાં હતાં. તેમણે આ સમયગાળા દરમિયાન મ.પ્ર. અને રાજસ્થાનમાં ભાજપ દ્વારા ઊભા કરેલા રાજકીય સંકટ સામે પણ કામ લીધું હતું.
આ પરિસ્થિતિમાં એઆઇસીસીનું સત્ર યોજવું આશ્ચર્યજનક ન હતું કે અગ્રીમતા પણ ન હતી. રાજકીય પ્રણાલિમાં જ ઘેરુ સંકટ છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો એવા પડકારોનો સામનો કરી રહ્યાં છે કે જેમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી અને તેમણે સીબીઆઇ, ઈડી અને ઇનકમટેક્સ જેવી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા થનારી હેરાનગતિ સામે તૈયાર થવું પડશે.