આઝાદી બાદના ભારતના ઈતિહાસમાં પ્રથમવાર પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે અને ગુજરાતની ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્ષ અને ડયુટી નાખી પ્રજાના ખિસ્સામાંથી અબજો રૂપિયા ખંખેરી લીધા છે. આથી કોંગ્રેસ દ્વારા આ ભાવવધારાના વિરોધમાં રોજેરોજ દેખાવો યોજાઈ રહ્યા છે. ગુરૂવારે પણ અમદાવાદના ગોમતીપુર વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા રખિયાલ ચાર રસ્તા ખાતે વોર્ડ પ્રમુખ ફિરોઝખાનની આગેવાનીમાં પેટ્રોલપંપ પર જઈ વાહન ચાલકોને ગુલાબના ફુલ આપી ગાંધીગીરી દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલરો ઈકબાલ શેખ અને આફરીન પઠાણ ઉપરાંત ઈરફાન શેખ, સાજીદ ખત્રી, શીવુભાઈ યુથ કોંગ્રેસના શાહનવાઝ વગેરે હાજર રહી હાથમાં બેનરો-પ્લેકાર્ડ દર્શાવી સોશિયલ ડિસ્ટન્સ સાથે વિરોધ નોંધાવ્યો હતો.