(એજન્સી) તા.૧૪
કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીનું હાર્ટઅટેકને લીધું મોત નીપજ્યું છે. મૃત્યુથી થોડીકવાર પહેલાં તે એક ટીવી ચેનલ પર ડિબેટમાં ભાગ લઈ રહ્યા હતા. હવે રાજીવની પત્નીએ વીડિયો જારી કરી ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા પર ગંભીર આરોપ મૂક્યો હતો.
રાજીવ ત્યાગીની પત્નીએ કહ્યું કે તેમના પતિએ મૃત્યુથી પહેલા કહ્યું હતું કે આ લોકોએ જ મને મારી નાખ્યો છે. ડિબેટ દરમિયાન રાજીવ ત્યાગીને જયચંદ કહીને સંબોધનારા સંબિતપાત્રાને જ ત્યાગીની પત્નીએ તેમના પતિના હત્યારા ગણાવ્યા છે.
કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવી દ્વારા તેમના ફેસબુક પર શેર કરાયેલા વીડિયોમાં ત્યાગીની પત્ની એમ કહે છે કે ત્રણ ચાર વખત સંબિત પાત્રાએ મારા પતિને જયચંદ-જયચંદ કહ્યા. પણ મને લાગ્યું કે તે એટલા મજબૂત છે કે તે તેને સહન કરી લેશે. હું હંમેશા મારા બધા કામ છોડી તેમની ડિબેટ જતી હતી કેમ કે હું તેમને સૌથી પહેલાં જણાવતી હતી કે ક્યાં શું યોગ્ય છે અને ક્યાં શું ખોટું છે? તે કહે છે કે પાણી પણ તેમણે બે ત્રણ વખત પીધું પણ આ તો સામાન્ય જ છે અને પાણી તે પીતાં જ રહેતા હતા. ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આમ તો હું રૂમમાં થોડા સમય પછી આવતી હતી પણ આવું પ્રથમ વખત થયું કે હું અચાનક પહોંચી ગઈ, જોયું તો પેન્ટનું બટન ખૂલ્લું હતું અને તે મારા સોફા પર ઢળી પડ્યાં. ચેહરો સફેદ પડી ગયો હતો. તેમણે કહ્યું કે તેમનું બીપી વધી રહ્યું છે. મેં ત્વરિત ડૉક્ટરને જાણ કરી અને બીપી પણ ચેક કર્યો. તે કહે છે કે હવે અમારું જે નુકસાન થવાનું હતું, એ તો થઈ ગયું અને અમને કંઈ જોઈતું નથી. મારા પતિએ કહ્યું હતું. તેમણે મને ગાળ આપી હતી, પછી કહ્યું કે એ લોકોએ મને મારી નાખ્યો.