(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા. ૪
કોંગ્રેસ પાર્ટીએ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં પત્રકારોને સુવિધા આપવાની પણ વાત કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ વખત તમામ વર્ગને ખુશ કરવાના પ્રયાસો કર્યા છે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં ગુજરાતના તમામ પત્રકાર મિત્રો માટે ગુજરાત મીડિયા કલબની સ્થાપના કરવાની બહુ મહત્વની જાહેરાત કરી હતી. સાથે સાથે રાજયના તમામ પત્રકાર મિત્રો માટે હાઉસીંગની સુવિધા માટે ધિરાણની સહાય કરવાની પણ ખાતરી ઉચ્ચારી હતી. આ માટે કોર્પોરેટ સેકટર મારફતે વિશેષ ભંડોળ ઉભુ કરીને પત્રકારોને જરૂરી તમામ લાભ અને સુવિધા ઉપલબ્ધ કરાવવાની હૈયાધારણ પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આપી હતી. પત્રકારો માટે મીડિયા કલબ અને હાઉસીંગની સુવિધાની જાહેરાતથી મીડિયાજગત અને પત્રકાર આલમે કોંગ્રેસના હકારાત્મક અભિગમને આવકાર્યો હતો