કાલાહાંડી,તા.૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સામાં આયોજીત એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને બીજુ જનતા દળ પર આકરા પ્રહારો કર્યા હતાં. વડાપ્રધાને કોંગ્રેસ અને બીજેડી બંને પર ગરીબોને ગરીબ જ રાખવાનું ષડયંત્ર રચવાના આરોપ લગાવ્યા હતાં.
વડાપ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ૨૫ કરોડ ગરીબોને મહિને ૬ હજાર રૂપિયા એમ વર્ષિક ૭૨,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાતને લઈને જબ્બર ટોણોં માર્યો હતો. સાથે જ તેમણે રાજ્યની બીજેડી સરકાર પર પણ પ્રહારો કરતા કહ્યું હતું કે, હું ઓરિસ્સાના લોકોને ભાજપને મત આપવા અને ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ અને ૨૦૧૮માં ત્રિપુરામાં રચવામાં આવેલો ઈતિહાસ દહોરાવવાની અપીલ કરૂ છું. રાજ્ય સરકારના અસહયોગ છતાંયે મેં તમારા માટે કામ કર્યા. આ ચોકીદારે ઓરિસ્સાના લોકોની મદદ માટે કેન્દ્‌ની યોજનાઓનો સહારો લીધો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના કાલાહાંડી જીલ્લાના ભવાનીપાટના ખાતેના કૃષ્ણનગર મેદાનમાં આયોજીત ભારતીય જનતા પાર્ટીની વિજય સંકલ્પ સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, દેશમાં સકારાત્મક બદલાવ, ગરીબોના જીવનમાં પ્રકાશ અને તેમના જીવનમાં આશાનું નવું કિરણ તમારા વોટથી આવ્યા છે, મોદીના કારણે નહીં.
પણ ઓરિસ્સાની સરકાર અમારી સાથે સહયોગ નથી કરી રહીએ. તેમની ઉદાસીનતા છતાયે અમે અમે રાજ્યમાં વિકાસની પરિયોજનાઓ શરૂ કરવામાં અમારો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો. તેમણે દાવો કર્યો હતો કે, જો ૨૦૧૪ની ચૂંટણી બાદ ઓરિસ્સામાં ભાજપની સરકાર રચાઈ હોત તો રાજ્યમાં ‘તમામ ક્ષેત્રોનો તીવ્ર ગતિએ વિકાસ’ થયો હોત. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપનું ડબલ-એન્જિન સરકાર માટે લોકોને વોટ આપવાની અપીલ કરત મોદીએ કહ્યું હતું કે, ઓરિસ્સાને ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ અને ૨૦૧૮માં ત્રિપુરામાં રચવામાં આવેલો ઈતિહાસ દોહરાવવો જોઈએ.
સાથે જ તેમણે કોંગ્રેસની ગરીબોને વર્ષે ૭૨,૦૦૦ રૂપિયા આપવાની યોજના પર ટોણોં મારતા કહ્યું હતું કે, કોંગ્રેસ ગરીબોને હંમેશા માટે ગરીબ જ રાખવાનું ષડયંત્ર રહી રહી છે.