(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૯
શહેર – જિલ્લાની ૧૬ વિધાનસભામાં ગતરોજ શાંતિપૂર્વક મતગણતરી સંપન્ન થયા બાદ રાજકીય નિષ્ણાંતો અને ઉમેદવારો દ્વારા બુથવાઈઝ મળેલ મતોની સમીક્ષા શરૂ કરી છે. કોંગ્રેસ દ્વારા હારના કારણો જાણવા તો ભાજપે કયા વિસ્તારમાં નબળા રહ્યાં તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સુરત શહેર અને જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકમાં ભાજપે ૧૫ અને બેઠકોને જીતીને ૨૦૧૨ના પરિણામનું પુનરાવર્તન કર્યુ છે તો કોંગ્રેસ એક માત્ર માંડવી વિધાનસભા બેઠક જાળવી રાખવામાં સફળ થઈ છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ રાજકીય નિષ્ણાંતો દ્વારા ઉમેદવારોને મળેલ મતોનું બુથવાઈઝ સમીક્ષા શરૂ કરી છે. ઉમેદવારને કયા બુથમાંથી કેટલા મત મળ્યા તે જાણવાનો પ્રયત્ન કરતા કાર્યકર્તાઓ કયા સારો અને કયા નબળો કામગીરી કરી તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા બુથવાઈઝ આંકડા મેળવી હારના કારણો જાણવાનો પ્રયત્ન કર્યો છે તો ભાજપ દ્વારા કયા વિસ્તારમાંથી લીડ મળી અને કયા વિસ્તારમાંથી મત કપાયા તેની માહિતી મેળવી આગામી ચૂંટણી માટે અત્યારથી જ ગણિત માંડવાની શરૂઆત કરી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ બુથવાઈઝ મતોની સમીક્ષાના આંકડા મેળવી પોતાની હારજીત અંગે કયા પરિબળો જવાબદાર હતા તે જાણવાનો પ્રયત્ન કર્યો છે.
કોંગ્રેસ-ભાજપ દ્વારા બુથવાઈઝ મતોની સમીક્ષાના આંકડા મેળવી વિશ્લેષણ શરૂ

Recent Comments