ડીસા, તા.૩૧
ભાજપ સરકારે ત્રણ કૃષિ કાયદા પસાર કરીને અન્નદાતા ગણાતા ખેડૂતોને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકીને હરિત ક્રાંતિને પણ ખતમ કરવાનું ઘૃણાસ્પદ કાર્ય કર્યું છે. જેના વિરોધમાં દિલ્હી ખાતે દેશભરના ખેડૂતો ઠંડીની પરવા કર્યા વિના આંદોલન ચલાવી રહ્યા છે, જે ખેડૂતોના સમર્થનમાં ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોને ખતમ કરતા ત્રણેય કાયદા રદ્દ કરવાની માંગ કરી હતી. આ પ્રસંગે ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પી.વી. રાજગોર, શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષ વ્યાસ, કોંગ્રેસ જિલ્લા કારોબારી સભ્ય કાંતિલાલ પરમાર ડાવસ, સેવાદળ સંગઠક જોરાભાઈ જોશી, અશોકભાઇ ઠક્કર, ગુલાબભાઈ માળી, અશોકભાઈ રાજપૂત, કનુભાઈ મોચી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.