(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
અલ્હાબાદ બેન્કના પૂર્વ ડિરેક્ટર દુબેએ એવો દાવો કર્યો કે કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ સરકાર ૨૦૧૩ માં ભારતના સૌથી મોટા પીએનબી કૌભાંડને અટકાવી શકાવી હોત. દુબેએ ગીતાંજલિ જૂથોને અપાઈ રહેલી લોન પર ચિંતા પ્રગટ કરી હતી.દિનેશ દુબેએ કહ્યું કે મેં ૨૦૧૩ માં સરકાર અને આરબીઆઈને ગીતાંજલિ વિરૂદ્ધ વાંધો ઉઠાવતો પત્ર પાઠવ્યો હતો પરંતુ મારી વાત પર ધ્યાન ન આપવામાં આવ્યું. મને કહેવામાં આવ્યું કે લોન મંજૂર કરવામાં આવી છે અને મારી પર દબાણ કરવામાં આવ્યું, જેને કારણે મેં રાજીનામું ધરી આપ્યું હતું. દુબેએ પોતાની નોંધમાં એવી દલીલ કરી હોવાનું કહેવામાં આવે ચે કે ગીતાંજલિ જૂથે તેને અગાઉ મળેલી રૂ. ૧૫૦૦ કરોડની લોન ચૂકવણી કરી આપે ત્યાર બાદ તેની બીજી કોઈ લોન આપવામાં આવે. નીરવ મોદીના કાકા અને બિઝનેશ ભાગીદાર મેહુલ ચોકસીની માલિકીનું ગિતાંજલિ ગ્રુપને અનેક વાર લોન આપવામાં આવી.