અંકલેશ્વર, તા.૨૧
‘ખીદમતે ખલ્ક ફાઉન્ડેશન-ખરોડ’ સંસ્થા દ્વારા તા.૨૧/૧/૨૦૨૧ના રોજ એસ.એમ. બદાત રેસી. સ્કૂલ, કોંઢમાં જરૂરિયાતમંદ ગરીબ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ માટે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં હાલમાં શાળાના ધો.૧૦માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ માટે ૧૨ નોટબૂકનો એક સેટ, સ્વાધ્યાયપોથી તથા નકશાપોથીનું વિતરણ ‘ખીદમતે ખલ્ક ફાઉન્ડેશન-ખરોડ’ સંસ્થાના હોદ્દેદારો મકસુદભાઈ ખરોડિયા તથા મોહંમદભાઈ કાઝીના હસ્તે કરવામાં આવ્યું. શાળાના આચાર્ય અયાઝ ખરોડિયાએ પોતાના વક્તવ્યમાં આ સંસ્થા દ્વારા થતી સામાજિક કામગીરીને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ખૂબ મહેનત કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના મ.શિ. અશરફ ધોરાત દ્વારા કરવામાં આવ્યું હતું.
આવનારા સમયમાં ધો.૯ના વિદ્યાર્થીઓને પણ આજ પ્રકારે નોટબૂક, સ્વાધ્યાયપોથી તથા યુનિફોર્મની સહાય આપવા માટેનું વચન સંસ્થા વતી હોદ્દેદારોએ આપેલ છે.
અલ્લાહ પાક મદદ આપનાર-અપાવનાર તથા તેમાં મદદરૂપ થનાર સર્વે દાતાઓની આ નેક ખીદમતોને કબૂલ ફરમાવી એનો બહેતરીન બદલો બંને જહાંનમા અતા ફરમાવે. તેવી શાળાના આચાર્ય અયાઝ ખરોડિયાએ દુઆ ગુજારી હતી.
Recent Comments