(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
પંજાબ નેશનલ બેન્કમાં બહાર આવેલા રૂ. ૧૧.૩૬૦ કરોડના મહાકૌભાંડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કથિત કૌભાંડી નીરવ મોદીના મુંબઈ, દિલ્હી અને સુરત ખાતેના રહેઠાણ, શોરૂમ અને ઓફિસમાં દરોડા પાડ્યાં હતા. કોંગ્રેસે પીએમ મોદી પર છોટા મોદીને મદદ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે મોદીને ખબર હતી તેમ છતાં પણ આરોપીને વિદેશ ભાગી જવા દેવામાં આવ્યો. ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારે પીએમ મોદીને પત્ર લખીને નીરવ મોદીના કાકા મેહુલ ચોકસી વિશે કહીને ચેતવણી આપી હતી કે તેઓ દેશ છોડી જવાની ફિરાકમાં છે. સરકારે વિપક્ષના આક્ષેપને શરમજનક ગણાવીને જાહેર કર્યું કે આ કેસમાં કોઈને પણ છોડવામાં નહીં આવે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે નીરવ મોદીનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે.
૧૦ મુદ્દાઓ
૧. ૪૮ વર્ષીય નીરવ મોદીની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર ૩૧ જાન્યુઆરીએ ફરિયાદ દાખલ થયાં બાદ સીબીઆઈએ નીરવ મોદીની શોધખોળ માટે નોટીસ જારી હતી. બેન્કની ફરિયાદને આધારે સીબીઆઈએ ૩૧ જાન્યુઆરીના રોજ નીરવ મોદીની સામે ફરિયાદ દાખલ કરી હતી. ઈડીએ દરોડા પાડીને ૫૧૦૦ કરોડના હીરા, દાગીના અને સોનું જપ્ત કર્યું છે.
૨. ગત મહિને નીરવ મોદીના નિવાસસ્થાન સહિત કેટલાક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યાં. તેની સામે ૨૮૦ કરોડની છેતરપિંડની ફરિયાદ કરવામાં આવી હતી.
૩. ભારતમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક પંજાબ નેશનલ બેન્કની મુંબઈ શાખામાં લગભગ ૧૧,૩૬૦ કરોડનું મહાકૌભાંડ બહાર આવ્યું છે.
૪. સીબીઆઈ સૂત્રોએ કહ્યું કે નીરવ મોદી, તેની પત્ની ભાઈ નઇશાલ અને મેહુલ ચોકસીએ બેન્ક અધિકારીઓ સાથે મળીને ગેરકાયદેસર રીતે લેટર ઓફ અંડરસ્ટેન્ડિંગ મેળવી જેને વિવિધ બેન્કોમાંથી વિદેશમાં મોકલી દેવામાં આવી.
૫. સમજૂતી પત્રો એક પ્રકારની ગેરન્ટી હોય છે. જો દેવાદાર કસૂરવાર ઠરે તો લેણદાર તેમાંથી પૈસાથી ભરપાઈ કરી શકે છે. સીબીઆઈને કહેવામાં આવ્યું કે આવા આઠ દસ્તાવેજો નીરવ મોદીને જારી કરવામાં આવ્યાં હતા.
૬. નીરવ મોદીની કંપનીએ નવી લોનની માંગણી કરી ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું. નીરવ આણી મંડળીને સહાય કરનાર બેન્ક અધિકારીઓ નિવૃત થયાં છે બેન્કે જ્યારે ગેરન્ટી માંગી ત્યારે નીરવની કંપનીએ કહ્યું કે તેમણે પહેલા જ ગેરન્ટી વગર લોન મેળવેલી છે.
૭. કોંગ્રેસ અને બીજી વિપક્ષી પાર્ટીઓએ એવોે સવાલ ઉઠાવ્યો કે નીરવ મોદીને વિદેશ જવાની કેમ મંજૂરી અપાઈ. વિપક્ષને જવાબ આપતાં રવિશંકર પ્રસાદે કહ્યું કે નીરવ મોદી વડાપ્રધાન મોદીના પ્રતિનિધિમંડળનો હિસ્સો નહોતો. નીરવ મોદી પોતાની મેળે દાવોસ ગયો હતો.
૮. નીરવ મોદીને લોકોના પૈસા લઈને વિદેશ ભગાડી દેવામાં આવ્યો તેવા સરકાર પર વિપક્ષના આક્ષેપની વચ્ચે કોંગ્રેસે સવાલ ખડો કર્યો કે નીરવ મોદીને કોણ છાવરી રહ્યું છે.