(એજન્સી) તા.૭
કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, તે કેટલાક તબ્લીગી જમાતના સભ્યો દ્વારા કોરોના વાયરસ ફેલાવવા બદલ સમગ્ર મુસ્લિમ સમુદાયને જવાબદાર ઠેરવવાના પ્રયત્નો સાંખી નહીં લે. એક સ્થાનિક ટીવી ચેનલ સાથે વાત કરતાં યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ એક ઘટના માટે સમગ્ર સમુદાયને જવાબદાર ઠેરવશે તો તે તેના વિરૂદ્ધ પગલાં લેશે. તેમણે કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ મુસ્લિમો વિરૂદ્ધ નહીં બોલે આ ચેતવણી છે. જો કોઈ એકાદ ઘટના માટે સમગ્ર મુસ્લિમ સમુદાયને જવાબદાર ઠેરવશે તો હું બીજીવાર વિચાર કર્યા વગર તેના વિરૂદ્ધ પગલાં લઈશ. હું તેમને કોઈ તક નહીં આપું. ઉલ્લેખનીય છે કે, ભારતીય મીડિયાનો એક મોટો વર્ગ કોરોના વાયરસના ફેલાવા માટે મુસ્લિમ સમુદાયને જવાબદાર ઠેરવી તેમને બદનામ કરવા માટે અવિરત અભિયાન ચલાવી રહ્યો છે.