(એજન્સી) નવી દિલ્હી,તા.૧૩
મુસાફરો, એરલાઇન્સ અને એરપોર્ટ સંચાલકો માટે સોમવારે મળેલી બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સૂચવેલા ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ જાહેર કરી છે. સામાજિક અંતરનાં ધોરણોનું પાલન કરીને મધ્યમ બેઠકોને ખાલી રાખવાનો નિયમ રાખવામાં આવ્યું છે.
મુસાફરોના ઓળખપત્રો પણ તપાસવામાં નહિ આવશે જેથી ટર્મિનલના દરવાજા પર ભીડ ઓછી થઈ શકે.
નવા નિયમો મુજબ તમામ મુસાફરોએ ઘરેથી વેબ ચેક-ઇન પૂરો કર્યા પછી જ એરપોર્ટ પર આવવાનું ફરજિયાત બનાવ્યું છે. એરપોર્ટ પર મુસાફરો માટે રિપોર્ટ કરવાનો સમય બે કલાક વધારવાનો પ્રસ્તાવ છે. જે મુસાફરોની ફ્લાઇટ્‌સ આગામી છ કલાકમાં રવાના થવાની છે તેમને જ વિમાનમથકોની અંદર પ્રવેશવા મંજૂરી આપવામાં આવશે.
કેબીન સામાનને મંજૂરી આપવામાં આવશે નહીં, અને એરલાઇન્સ કામગીરીના પ્રથમ તબક્કામાં ૨૦ કિલોથી ઓછા વજનવાળા માત્ર એક બેગેજ ચેક-ઇન તરીકે મુસાફરો લઇ જઈ શકશે. ૮૦થી વધુ વયનાને વિમાનમાં મુસાફરી માટે મંજૂરી આપવામાં આવશે નહીં. ડ્રાફ્ટ એસઓપી અનુસાર, મુસાફરોને ઉમરના કારણે ફ્લાઇટમાં ચઢવાથી રોકવામાં આવ્યું હોય અથવા જો તેઓને તાવ હોવાનું જોવા મળશે તો તેઓને કોઈપણ દંડ વિના મુસાફરીની તારીખ બદલવાની મંજૂરી આપવામાં આવશે.
તમામ મુસાફરો માટે આરોગ્યસેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત રહેશે. ફક્ત “ગ્રીન સ્ટેટસ” ધરાવતા લોકોને જ એરપોર્ટ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. એરલાઇન્સને પ્રસ્થાનના સમયના ત્રણ કલાક પહેલાં ચેક-ઇન કાઉન્ટર્સ ખોલવા અને પ્રસ્થાનના ૬૦થી ૭૫ મિનિટ પહેલાં તેમને બંધ કરવા કહેવામાં આવ્યું છે. બોર્ડિંગ પ્રસ્થાનના સમયના એક કલાક પહેલાં શરૂ થશે અને ૨૦ મિનિટ પહેલાં દરવાજા બંધ થશે.
મુસાફરો સાથેના સંપર્કને ઘટાડવા માટે દરવાજા ઉપર ફ્રેમ મેટલ ડિટેક્ટર બીપ્સ મૂકવામાં આવશે જો જરૂર પડે તો જ હાથ દ્વારા ચેકિંગ કરવાનું રહેશે. સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ આ તબક્કામાં મુસાફરોના બોર્ડિંગ પાસને સ્ટેમ્પ નહીં મારશે.
મુસાફરોને વિમાનમાં ભોજન પીરસવામાં આવશે નહીં. ફક્ત કપ અને બોટલોમાં પાણી મળશે.
તબીબી અક્સ્મિકતા ઉભી થવાના જોખમને ધ્યાનને રાખી કોઈપણ મુસાફરોને અલગ રાખવા માટે વિમાનની અંતિમ ત્રણ પંક્તિઓ ખાલી રાખવામાં આવશે. આવા કેસો સંભાળનારા ક્રૂ સભ્યો પી.પી.ઈ.કીટ પહેરશે. આવા એક કરતા વધુ કેસ સાથે વ્યવહાર કરવા માટે પૂરતા પ્રમાણમાં પીપીઇ કીટ વિમાનમાં ઉપલબ્ધ રહેશે.