મેલબર્ન, તા.૧૬
વિશ્વની લગભગ દરેક ક્રિકેટિંગ ઇવેન્ટ કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવી છે, અને જ્યા મેચ થઇ રહી છે ત્યા દર્શકો વિના મેચ યોજવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ખેલાડી ઇયાન ચેપલે ગત સમયને યાદ કરતાં કહ્યું કે, તે ખાલી સ્ટેડિયમમાં રમવુ એટલું પણ ખરાબ નથી. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વનડે સિરીઝની પહેલી મેચ ખાલી સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના રમાઇ હતી.આ મેચ પછી, ન્યૂઝીલેન્ડનાં ખેલાડી લોકી ફર્ગ્યુસને કહ્યું કે, પ્રેક્ષકો વિના ખાલી સ્ટેડિયમમાં રમવાનું ખૂબ જ દુખદાયક અનુભવ હતો. જો કે, લોકી ફર્ગ્યુસનનાં આ વિચારથી ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી ઇયાન ચેપલ સહમત નથી. વળી તેનાથી ઉલટું ઇયાન ચેપલે કહ્યું કે, ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા માટે કોઈપણ પ્રકારની ભીડની જરૂર હોતી નથી. ચેપલે ઇએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું હતું કે, “હું માનું છું કે કોઈ ખેલાડીને સારું પ્રદર્શન કરવા માટે ભીડની જરૂર હોતી નથી. આના માટે નજીકનો મુકાબલો પૂરતો છે.