કરાંચી, તા.૧૭
પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવા હેડ કોચ અને મુખ્ય સિલેક્ટર મિસ્બાહ ઉલ હકે ખેલાડીઓની ફિટનેસ સુધારવા તેમના માટે ડાયટ અને ન્યૂટ્રિશન પ્લાનમાં ફેરફાર કર્યો છે. મિસ્બાહે નેશનલ કેમ્પ અને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ દરમિયાન બધા ખેલાડીઓને ભારી અને તેલ વાળું ખાવાની ના પાડી છે. તેની જગ્યાએ હેલ્થી અને વધુ માત્રામાં ફ્રૂટ્‌સ ખાવાની સલાહ આપી છે. આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯માં પાકિસ્તાની ખેલાડીઓ પર બહુ સવાલ ઉભા થયા હતા. તેમજ તે માટે તેમની ભારે ટીકા થઇ હતી.
કોચના નિર્ણય અંગે જાણકારી આપતા એક સૂત્રે કહ્યું કે, પાકિસ્તાની ખેલાડીઓ જયારે ટીમમાં નથી હોતા ત્યારે જંક ફૂડ અને વધુ તેલ વાળી વસ્તુઓ ખાવા માટે જાણીતા છે. મિસ્બાહે તેમને આ માટે ના પાડી છે, તેમજ એક બુક બનાવી છે અને જે ખેલાડી તેનું પાલન નહીં કરે તેને ટીમની બહારનો રસ્તો બતાવવામાં આવશે. મિસ્બાહ ૪૩ વર્ષની ઉંમર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો હતો. તે ૪૫ વર્ષની વય સુધી એક ખેલાડી તરીકે એક્ટિવ રહ્યો હતો. તે પોતાની ફિટનેસના કારણે જ ખેલાડીઓનો રોલ મોડલ છે.