બાવળા, તા.૧૦
અમદાવાદના ધોળકા તાલુકા ના કોઠ-અરણેજ માર્ગ પર સ્કીપર કંપનીમાં નોકરી કરતા અને બાવળાથી કોઠ ખાતે મંદિરેથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે રામદેવ પીરના મંદિર પાસે અજાણી આયસર ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇકસવાર મેહુલ જગદીશભાઇ પાંચાણી (ઉ.વ.૨૮) (રહે.પરાલી ગામ, તા.લીમડી) હાલ બાવળા, ગાંધીનગર સોસાયટીને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ચાંગોદર રહેવાસી વિજયકુમાર દુ્‌ગાં પ્રસાદને હાથે ઇજા થતાં બગોદરા ૧૦૮ને જાણ કરતા સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તને સારવાર અર્થે કોઠ શારીરિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા જ્યારે કોઠ પોલીસે ઘટના પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે કોઠ શારીરિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જઇ. આઇસરચાલક અકસ્માત સર્જીને ગાડી લઇ ફરાર થઇ જતાં કોઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હિરલબેન આઇસર ગાડી અને ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.