કોડિનાર, તા.૪
છારા ગામના શૈલેષભાઈ મહેશભાઈ વાઝા (અનું.જાતિ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનું ટ્રેકટર કંપનીના પ્લાન્ટમાં ભાડે આપેલું, ગઈકાલે ટ્રેકટરના ડ્રાઈવરને ટિફિન આપવા પ્લાન્ટે ગયા બાદ પરત ઘરે આવતા કાચા રસ્તા ઉપર આવતા રાત્રિના ૯ વાગ્યાની આસપાસ છારા ગામના સરપંચ ભરતભાઈ રૈયાભાઈ કોળી, અશ્વિન ભગા ચુડાસમા કોળી, નાથા લાખા ચુડાસમા કોળી, બીજલ પુંજા ચુડાસમા કોળી, કરસન લાખા ચુડાસમા કોળી, ધીરૂ પુંજા ચુડાસમા કોળી અને દિનેશ લાખા ચુડાસમા કોળી (રહે. તમામ છારા) રસ્તાને જે.સી.બી. વડે ખોદાવતા હોય શૈલેષભાઈએ રસ્તો શું કામ ખોદો છો ? તેમ કહેતા સરપંચ ભરતભાઈએ ઉશ્કેરાઈ જઈ જાતિ પ્રત્યે અપમાનિત કરી ઉપરોકત સાત શખ્સોએ ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા શૈલેષભાઈ મહેશભાઈ વાઝાએ સરપંચ ભરતભાઈ સહિતના સાત શખસો વિરૂદ્ધ એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.