કોડિનાર, તા.૩
કોડિનાર શહેરમાં આજે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં ૪ ક્લાકમાં ૬ ઈંચ વરસાદ ખાબકતા શહેરમાં વરસાદી પાણીનું સમ્રાજ્ય ફેલાયું છે. કોડિનારમાં આજે વહેલી સવારે ૧૦ ક્લાકે વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થતાં બપોરના ૨ વાગ્યા સુધીમાં ૪ ક્લાકમાં ૬ ઈંચ વરસાદ પડ્યો હતો. કોડિનારમાં ભારે વરસાદના પગલે અતિશય ગરમીમાં રાહત થતાં અને ખેતરોમાં ઊભા પાકને જીવનદાન મળતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અને ખેતરોમાં પણ પાણી ભરાયાના અહેવાલો સાંપડી રહ્યા છે. કોડિનાર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. કોડિનારમાં આજે નોંધાયેલા ૧૪૧ મી.મી.વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ ૩૨૩ મી.મી.નોંધાયો છે.