(સંવાદદાતા દ્વારા) કોડિનાર, તા.૧૮
આ કેસની ટૂંકમાં વિગત જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વડનગર ગામના નારણભાઈ ઓધડભાઈ ગાધે તેમજ આલીદર ગામના કાનાભાઈ વરસીંગભાઈ સોલંકી એ.બી.જી. સિમેનટ કંપની કચ્છમાં નોકરી કરતા હોય તેઓનું તા.ર૮-૦પ-ર૦૧રના રોજ નોકરી પુરી કરી નલિયા ઘરે પરત જતા હતા ત્યારે રામપરા પાસે ટ્રક તથા જીપ વચ્ચે અકસ્માત થતા આ લોકો ઉપરાંત અન્ય ૧૧ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ બાબતે મૃતકના વારસદારોએ ઉનાના મોટર એક્સી. ક્લેઈમ ટ્રિબ્યુનલ સમક્ષ અકસ્માત કરનાર ટ્રક તથા જીપના માલિક, ડ્રાઈવર, વીમા કંપની સામે ક્લેઈમ અરજી દાખલ કરી હતી. આ ક્લેઈમ કેસો મે.કોડિનાર કોર્ટમાં નવા નંબર-૧૩૪/૦૧૮ તેમજ ૧૩પ/૦૧૮થી ટ્રાન્સફર થતા કોડિનારના જજ એન.એલ. દવેની કોર્ટમાં ઝડપથી ચલાવી આ કામે અરજદારોએ રજૂ કરેલ પુરાવા તથા દલીલો ધ્યાને લઈ જજે હુકમ કરી નારણભાઈ ગાધેના વારસદારોને વળતરની રકમ રૂા.૩પ,૦ર,૭૮૦/- તથા કાનાભાઈ સોલંકીના વારસદારોને વળતરની રકમ રૂા.૩પ,૮૯,૦૦૦/- તેમજ તેના ઉપર અરજીની તારીખથી ૯% લેખેનું વ્યાજ સહિતની તમામ રકમ ચૂકવવા સામાવાળાઓની સામે હુકમ કરેલ છે.