કોડિનાર, તા.૧
કોડિનાર-અમરેલી રોડ ઉપર ઘાંટવડ ગામ નજીક આજે બપોરના સમયે બે મોટરસાયકલ સામસામી અથડાતાં ઘાંટવડ ગામના એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે બીજી મોટરસાયકલ ચાલક કોડિનારના બે યુવાનોને કોડિનારની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આજે બપોરના એક વાગ્યા આસપાસ બનેલી આ ઘટનામાં ઘાંટવડ ગામના કરશનભાઈ જશાભાઈ (ઉ.વ.૭પ) તેમની મોટરસાયકલ લઈ જતા હતા ત્યારે કોડિનારના જીતુભાઈ તથા નગાભાઈ નામના યુવાનોની મોટરસાયકલ સાથે અથાડાયા હતા. જેમાં કરશનભાઈનું મૃત્યુ નિપજ્યું હતુ જ્યારે જીતુભાઈ તથા નગાભાઈને કોડિનાર સારવારમાં ખસેડાયા છે.