(સંવાદદાતા દ્વારા) કોડિનાર, તા. ૧૫
કોડિનાર પાસે ૧૦૮ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થતા એકનું મોત અને ૧૦૮ના ડ્રાઈવરને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયેલ છે.
કોડિનાર પોલીસ સ્ટેશનના પીએસઓ રાજુભાઈએ આપેલ વિગત મુજબ કોડિનારથી ડોળાશા તરફ જતી ૧૦૮ એમ્બ્યુલન્સ અને સામેથી કોડિનાર તરફ આવતા શેરડી ભરેલા ટ્રેકટર વચ્ચે કોડિનાર ઉના હાઈવે રોડ ઉપર મજેવડી હનુમાન પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેકટરના ડ્રાઈવર પાસે બેસેલા બાબુભાઈ રાણાભાઈ ચુડાસમા(રહે. હળાજાતિ, સંતરામપુર ઉ.૧૮નુંં) ટ્રેકટરમાંથી ઉછળી નીચે પટકાતા મોત નિપજ્યું હતું. જ્યારે ૧૦૮ના ડ્રાઈવર હરીભાઈ જેમાભાઈને ગંભીર ઈજા થતા કોડિનારની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.